વડોદરા, તા. ૩૦
સેલ્ફ ફાઇનાન્સ ટેકનોલોજી કોલેજમાં લેવાતી ફી અને ડો. અક્ષય મહેતાના રિપોર્ટના વિરોધમાં આજે એનએસયુઆઇ દ્વારા ગુજરાતભરની તમામ કોલેજ અને યુનિવર્સિટી બંધનું એલાન કર્યુ હતું. જો કે વડોદરામાં યુનિર્વિસટી બંધનું એલાન ફલોપ સાબિત થયંુ હોય તેમ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલ્યુ હતુ.આજે ગુજરાત એનએસયુઆઇ દ્વારા રાજ્યની તમામ કોલેજ અને યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં વડોદરા એનએસયુઆઇ દ્વારા એમ. એસ. યુનિવર્સિટીમાં પણ બંધ પાળવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે આ બંધના એલાનને કંગાળ પ્રતિસાદ મળ્યો હતો.આદેશના પાલન સ્વરૃપે સવારે કોમર્સ ફેકલ્ટી બંધ કરાવવામાં આવી હતી. પરંતુ બપોર બાદ કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ વર્ગમાં અભ્યાસ કરતા નજરે ચઢયા હતા. તેમજ બાકીની ફેકલ્ટીમાં પણ એડમિશન અને ફેકલ્ટીને લગતા અન્ય અગત્યના કામો રાબેતા મુજબ ચાલ્યા હતા.