ધો.૧૦ના પાંચ મુખ્ય વિષયમાં હવે ૫૦-૫૦ ગુણના બે પેપર

Jul 31,2010 Home > Ahmedabad > Ahmedabad City >Article
 
comment    e-mail    print    
 
Viewed 1675
Rate 0
Rating
Bookmark The Article
 
 

અમદાવાદ, તા.૩૦

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ૨૦૧૧થી ધોરણ ૧૦ની મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતાં વર્ષે ધો. ૧૦માં લેવાનારી પરીક્ષાના પ્રશ્નપત્રોની અંતિમ રૃપરેખા પણ ઘડાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જે મુજબ વિદ્યાર્થીઓને ૫૦-૫૦ ગુણના પ્રશ્નપત્રો અંતર્ગત બે વિભાગમાં પરીક્ષા આપવાની રહેશે.

શિક્ષણ સુધારા માટે રચવામાં આવેલી સુધીર માંકડ સમિતિના અહેવાલના ભલામણના પગલે ધો.૧૦માં માત્ર મુખ્ય પાંચ વિષયની પરીક્ષા જ શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે તેવો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.૧૦માં સાત વિષયો પૈકી ગુજરાતી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાાન અને સમાજવિદ્યા જેવા મુખ્ય પાંચ વિષયોમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો હોવા જોઈએ, પ્રશ્નપત્રનું માળખું કેવા પ્રકારનું હોવું જોઈએ એ માટે સમિતિ તેમજ વિષય નિષ્ણાતો પાસે સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. જે સંદર્ભે શિક્ષણ બોર્ડે આ સૂચનો અંગે તાજેતરમાં ગાંધીનરમાં બેઠક યોજીને આ મુદ્દે છણાવટ કરી ધો.૧૦ના પ્રશ્નપત્રોની રૃપરેખા ઘડી કાઢી હતી.

જે મુજબ શિક્ષણ બોર્ડ ૫૦-૫૦ ગુણના એમ બે વિભાગમાં પ્રશ્નપત્રો કાઢીને પરીક્ષા લેશે. જેમાં પહેલા વિભાગમાં ૫૦

ગુણના પ્રશ્નો એમસીક્યુ’ (મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) પદ્ધતિથી પૂછાશે, જેના જવાબો વિદ્યાર્થીઓએ ઓએમઆર (ઓપ્ટિકલ ર્માિંકગ રેકગ્નેશન) પદ્ધતિથી આપવાના રહેશે. આ વિભાગ વિદ્યાર્થીઓએ એક કલાકમાં પૂર્ણ કરવાનો રહેશે, જે વિદ્યાર્થીઓ માટે સરળ સાબિત થશે. જ્યારે બીજા ૫૦ ગુણના વિભાગના પ્રશ્નપત્રમાં ડિસ્ક્રિપ્ટિવએટલે કે વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે. જેનો સમય બે કલાકનો રહેશે.

નોંધનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરાશે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com