ચીખલી, તા. ૩૦
ચીખલી-સમરોલીના વિશાલ જોશીની ઘાતકી હત્યા કેસમાં આરોપીઓએ ગાંધીનગર એફએસએપ ખાતે નાર્કોટેસ્ટ માટે અનિચ્છા દર્શાવતા નાર્કોટેસ્ટ ન થઈ શકતા આ અપહરણ-હત્યા ગુનામાં કથિત મદદગારોને મોટી રાહત થાય તેવી શક્યતા છે.
સમરોલીના ૧૭ વર્ષીય વિશાલ જોશી તેની પ્રેમિકાના પિતા પ્રકાશ દુર્લભ પટેલ અને રાકેશ નરોત્તમ પટેલે (રહે. પિપલગભાણ) ગત ૧૧ સપ્ટેમ્બરની રાત્રે વાંસદાના કંબોયાથી અપહરણ કરી ઇન્સ્યોલનના ઇંજેકશન આી માથામાં ફટકા મારી ઘાતકી હત્યા કરાઈ હતી. અને બાદમાં લાશનાં કટરથી ટૂકડા કરી થેલીમાં પેક કરી ઘેજ નજીક ખરેરા નદીમાં ફેંકી દીધા હતા.
આ કેસની તપાસમાં પોલીસે આરોપી પ્રકાશના ડ્રાઇવર અશોકની ધરપકડ કર્યા બાદ આ બંનેની પણ ધરમપુર ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી જરૃરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે ડ્રાઇવર તથા ઉક્ત બંને આરોપીના નાર્કોટેસ્ટ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવી હતી.
જેમાં ગાંધીનગર એફએસએલમાંથી નાર્કોટેસ્ટ માટે મંજૂરી મળતા ચીખલીના સિપીએસઆઈ જિજ્ઞોશસિંહ ચાવડા અને એમની ટીમ આરોપી પ્રકાશ અને રાકેશને ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગયા હતા. જ્યાં કાયદાની જોગવાઈ મુજબ નાર્કોટેસ્ટ પહેલા આ બંનેને પૂછતા તેમણે અનિચ્છા દર્શાવતા નાર્કોટેસ્ટ થઈ શક્યા ન હતા. આરોપીની મંજૂરી વિના નાર્કોટેસ્ટ શક્ય ન હોવાથી પોલીસ પણ અવઢવમાં મુકાઈ ગઈ છે.
આરોપીઓના નાર્કોટેસ્ટ કરાવવાના ઇન્કાર સાથે જ કૃત્યમાં કહેવાતા મદદગારોને મોટી રાહત થવા પામી છે. એવું કહેવાય છે કે નાર્કોટેસ્ટથી ઘણા રાહતહમતદારોના નામ ખુલવાની શક્યતા જણાતી હતી.