લોહાણા વેપારીને ફસાવવા દુકાનમાં દેશી બનાવટની પિસ્તોલ મુકનાર બે શખ્સો પકડાયા

Jul 31,2010 Home > Rajkot > Rajkot City >Article
 
comment    e-mail    print    
 
Viewed 193
Rate 0
Rating
Bookmark The Article
 
 

રાજકોટ તા.૩૦ :

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ઓઈલનો વેપાર કરતા લોહાણા વેપારીને અગાઉની તકરારનો ખાર રાખી આર્મ્સ એકટના ગુનામાં સપડાવી દેવા ઓઈલ ખરીદીના બહાને દુકાનમાં  જઈ દેશી બનાવટની પિસ્તોલ બે જીવતા કાર્ટીસ સાથે મુકી ભાગી જનાર પટેલ અને બ્રાહ્મણ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. જેમાંથી પટેલ શખ્સ અગાઉ હત્યાના  ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે અને વિપ્ર મિત્રને થયેલી તકરારનો બદલો લેવા  લોહાણા વેપારીને ફસાવી દેવાની સાઝીશ રચી કુંભાર શખ્સ  પાસેથી રૃા.૧૦ હજારમાં દેશી બનાવટની પિસ્તોલ કાર્ટીસ સાથે ખરીદી લાવ્યાની ચોંકાવનારી વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. કુંભાર શખસ પણ પોલીસના સકંજામાં આવી જતા તેની ઘરપકડ કરાઈ છે.કુભાર શખ્સે એમ.પી.ના ભૈયા પાસેથી પિસ્તોલ ખરીધ્યાની કબુલાત કરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતોનુસાર રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને રામાપીર ચોકડી પાસે સાંઈનાથ ઓઈલ ટ્રેડર્સ નામે દુકાન ધરાવતા કમલેશ વલ્લભભાઈ પોપટ નામના લોહાણા વેપારીની દુકાને આજે બપોરે ગૌતમનગર-૩માં રિક્ષાચાલક હિતેશ  છગન ભંડેરી (ઉ.વ.ર૩) અને વિપુલ ભુપેન્દ્ર શુકલા (ઉ.વ.૩૩) ઓઈલ ખરીદવા આવ્યા હતા. આથી કમલેશભાઈ ઓઈલનું પાઉચ લેવા જતા બન્ને શખ્સો દુકાનમાં ટેબલ પાસે થેલી મુકી નાસી છુટયા હતા.

જેનુ કારણે કમલેશભાઈને શંકા જતા થેલી ચકાસતા અંદર દેશી બનાવટની પિસ્તોલ નજરે પડતા ચોંકી ઉઠયા હતા અને ક્રાઈમબ્રાંચના આર.કે.જાડેજાને જાણ કરતા પોલીસ કાફલો કમલેશભાઈની દુકાને ધસી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં કમલેશભાઈએ અગાઉ ઘરની સામે રહેતા વિપુલ શુકલા સાથે એક પ્રસંગ વખત તકરાર થતા ભાઈ સાથે મળીને તેને માર માર્યાનું જણાવ્યું હતું. ત્યારબાદ ટેકસી ચલાવતા કમલેેશભાઈની ટેકસીમાં ગ્રાહક તરીકે બેસેલા અજાણ્યા શખ્સે તેની કારમાં દારૃ મુકી નાસી જઈ દારૃના ગુનામાં ફીટ કરી દીધાનું જણાવ્યું હતું. જેના કારણે કમલેશની સગાઈ તુટી ગઈ હતી.

જેના પગલે પોલીસે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં હિતેષ  ભંડેરી અને વિપુલ શુકલાને દબોચી લઈ આગવી ઢબે પુછપરછ કરતા હિતેષ દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ અલ્કા સોસાયટી-૩મા રહેતા તેજસ ઉર્ફે તેજો ગોપાલ અમીરાણી નામના કુંભાર શખ્સ પાસેથી રૃા.૧૦ હજારમાં ખરીદી કમલેશને ફસાવવા કારસો રચ્યાની કબુલાત કરી હતી.

પોલીસે રૃા.પ હજારની દેશી બનાવટની મેગેઝીનવાળી પિસ્તોલ, બે કાર્ટીસ સહિત રૃ.પ૧૦૦નો  મુદામાલ કબ્જે કરી પિસ્તોલ સપ્લાયર કુંભાર શખ્સ તેજસ ને પણ સકંજામાં લઈ લીધો હતો. પોલીસની પુછપરછમાં તેજસે એવી કબુલાત કરી હતી કે ત્રણ વર્ષ પહેલા તે એક સાઈડ પર લાદી ચોટાડવાનું કામ કરતો હતો ત્યારે કલર કામ કરતા એમ.પી.ના દીનેશભૈયા સાથે ઓળખાણ થઈ હતી અને તેની પાસેથી દેશી પિસ્તોલ ખરીદી હતી.  હિતેષ ભંડેરી અગાઉ મન્ના નામના શખ્સના ખૂન કેસમાં પકડાયાનું સુત્રોએ જણાવ્યું હતું.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com