ચોમાસાના દોઢ મહિના બાદ કોર્પો. શહેરીજનોને ટ્રી -ગાર્ડ આપવામાં નિષ્ફળ

Jul 31,2010 Home > Rajkot > Rajkot City >Article
 
comment    e-mail    print    
 
Viewed 78
Rate 0
Rating
Bookmark The Article
 
 

રાજકોટ તા.૩૦

ચોમાસા દરમિયાન લાખ્ખો રૃા.ના ખર્ચે વૃક્ષારોપણના કોર્પો. દ્વારા અનેક કાર્યક્રમો યોજાશે અને યોજાઈ ગયા. પરંતુ ટ્રી -ગાર્ડના હજુ ઠેકાણા નથી. પ્રથમ તબક્કાના ભાગ સ્વરૃપે સેન્ટ્રલ વર્કશોપમાં  આવેલા ટ્રી ગાર્ડ (પાંજરા) હલકી ગુણવતાવાળા ધાબડી દેવાતાં ભારે  વિવાદ સર્જાયો હતો. ચાર હજાર ટ્રી ગાર્ડના કોન્ટ્રાક સામે એક હજાર ટ્રી- ગાર્ડ હજુ તૈયાર થયા નથી. તેની સામે કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીએ રાજકોટની પ્રજાને રૃા.રપ૦માં એક ટ્રી-ગાર્ડ આપશે તેવો નિર્ણય લીધો છે.

શહેરીજનોને વધુમાં વધુ પાંચ ટ્રી- ગાર્ડ અપાશે. જયારે સોસાયટી કે સ્વૈચ્છિક સંસ્થાને વધુમાં વધુ રપ ટ્રી ગાર્ડ આપવાનો સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કશ્યપ શુકલે નિર્ણય લીધો છે.  જયારે કોર્પોરેટરોને ૧પ હજારની ગ્રાન્ટ મર્યાદામાં ૬૦ ટ્રી ગાર્ડ અપાશે. વૃક્ષારોપણ પ્રોત્સાહન મળે તે હેતુથી ઉપરોકત સામાજીક સંસ્થા, સોસાયટીઓને ટ્રી-ગાર્ડ રૃા.રપ૦ લેખે  વધુમાં વધુ રપ આપવાનો સ્ટેન્ડીંગ ચેરમેને નિર્ણય લીધો છે.

દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર શહેરમાં કોઈ પણ જગ્યાએ નવા બનતા એપાર્ટમેન્ટ, બિલ્ડીંગને ધ્યાનમાં રાખી પ્લાન્ટેશનની શરત નક્કી કરવામાં આવતી હોય છે. જેના અનુસંધાને ડિપોઝીટ પણ લેવાય છે. પ્લાન્ટ મુકનાર આસામી કે બિલ્ડર નવા બિલ્ડીંગની આસપાસ જો વૃક્ષારોપણ કરવાની શરતનું પાલન ન કરે તેની ડિપોઝીટ જપ્ત  થાય છે. આવી અંદાજીત પોણો કરોડની ડિપોઝીટ કોર્પોએ જપ્ત કરી છે. જે રકમ વૃક્ષારોપણને પ્રોત્સાહન માટે વપરાશે જેના કારણે પ૦૦ના ટ્રી -ગાર્ડ રૃા.રપ૦માં અપાય છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com