સોની સમાજના સૌરાષ્ટ્ર વ્યાપી સંગઠનની સ્થાપના થશે

Jul 31,2010 Home > Rajkot > Rajkot City >Article
 
comment    e-mail    print    
 
Viewed 160
Rate 0
Rating
Bookmark The Article
 
 

રાજકોટ તા.૩૦ ઃ

શ્રીમાળી સોની સમાજમાં એકતાનો અપૂર્વ શંખનાદ આવ્યો છે.અખિલ સૌરાષ્ટ્ર સોની પરિષદની સ્થાપના કરવામાં આવી છે.આ સંગઠન સમાજની સંર્વાગી વિકાસ માટે કામ કરશે, સામાજીક, ર્ધાિર્મક, શૈક્ષણિક, આર્થિક, આરોગ્ય અને મહિલા ઉત્કર્ષ વગેરે પ્રવૃતિ કરવામાં આવશે.સોની સમાજનાં એકતા અને સંગઠનને પણ મજબુત કરવા તથા સામાજિક શૈક્ષણિક, આર્થિક ઉત્કર્ષ પ્રવૃતિ દ્વારા પરિષદની રચના કરવામાં આવી છે.સૌરાષ્ટ્રના ગામે ગામ સોની સમાજની એકતા માટે કાર્યો થશે. સામાજિક ઉત્થાન સાથે શિક્ષણને પણ ખાસ મહત્વ આપવામાં આવશે.સોની પરિષદ દ્વારા આગામી દિવસોમાં ૬૪માં સ્વાંતત્ર્ય પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવશે. તેમજ વૃક્ષારોપણ જેવી પર્યાવરણી જાળવણીના કાર્યક્રમો તથા પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક પ્રવૃતિઓ કરવામાં આવશે.આ પરિષદની રચનામાં  દિનુમામા, અરવિંદભાઈ પાટડિયા,જયંતીભાઈ લુણાસરવાળા, રાજેશ ફીચડીયા, હસુભાઈ  આડેસરા, કિશોરભાઈ ધ્રોલવાળા જહેમત ઉઠાવી રહ્યાં છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com