લાલુની આરજેડીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવ્યો

Jul 31,2010 Home > National >Article
 
Tags:   rjd election commission lalu prasad yadav comment    e-mail    print    
 
Viewed 1663
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી : 31, જુલાઈ

ચૂંટણી કમિશને લાલુ પ્રસાદ યાદવના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાદળ(આરજેડી)ની રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા રદ કરી છે. આ સાથે અન્ય પાંચ દળોની પણ રાજ્ય પાર્ટીના રૂપમાં માન્યતા છીનવી લેવામાં આવી છે. જો કે, આ દળોને પોતાના ચૂંટણી ચિહ્નોનો ઉપયોગ કરવાની પરવાનગી રહેશે પણ તેમને આકાશવાણી, દૂરદર્શન ઉપર ચૂટણીને લગતા પ્રચારનો સમય અને મફતમાં મતદાતા સુચિ મેળવવા જેવી સુવિધાઓ નહીં મળી શકે.

સૂત્રોએ જણાવ્યું છે કે બિહાર, મણીપુર અને નાગાલેન્ડમાં સારું પ્રદર્શન ન કરવાને કારણે આરજેડીની રાજ્ય પાર્ટી તરીકેની માન્યતા છીનવાઇ ગઇ છે. રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે કોઇ દળે ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં રાજ્ય પાર્ટીનો દરજ્જો મેળવેલો હોવો જોઇએ.

આ સિવાય, વાઇકોના નેતૃત્વવાળી એમડીએમકેને તમિલનાડુમાં મળેલો રાજ્ય પાર્ટીનો દરજ્જો પણ સમાપ્ત થઇ ગયો છે. આ પ્રકારે જેડીયુએ બિહારમાં રાજ્ય પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો છે. સમાજવાદી પાર્ટીની ઉત્તરાંચલ તેમજ મધ્ય પ્રદેશમાં, પીએમકેની પોંડીચેરીમાં અને અરુણાચલ કોંગ્રેસની અરુણાચલ પ્રદેશમાં રાજ્ય પાર્ટી તરીકેની માન્યતા સમાપ્ત થઇ ચુકી છે. સમાજવાદી પાર્ટીનો યુપીમાં અને પીએમકેનો તમિલનાડુમાં રાજ્ય પાર્ટી તરીકેનો દરજ્જો જળવાઇ રહેશે. 

 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com