અમદાવાદ :શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં ચલાવવા અંગે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હોવાની ચર્ચા વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જેમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ પોતાનો સજ્જડ વિરોધ વ્યક્ત કર્યો છે. આજે બાર કાઉન્સિલની સામાન્ય સભામાં આ મતલબનો એક ઠરાવ પસાર કરાયો હતો. દેશના રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ મોકલેલા આ ઠરાવમાં જણાવાયું હતું કે, સીબીઆઈએ આવી ભલમાણ કરીને ગુજરાતના ન્યાયતંત્રની ક્ષમતા અને વિશ્વસનીયતા પર શંકા વ્યક્ત કરી છે, અને આને ગુજરાતના વકીલો વખોડી કાઢે છે.