ન્યુઝીલેન્ડઃ ઉચ્ચ શિક્ષણ માટે આકર્ષણનું કેન્દ્ર

Nov 30,2008 Home > Supplements > Career >Article
 
comment    e-mail    print    
 
Viewed 2262
Rate 4.0
Rating
Bookmark The Article
 
 

છેલ્લા એક દાયકાથી વિદેશમાં જઈને શિક્ષણ મેળવવા માટે ભારતીય યુવાનોમાં ખાસો ઉત્સાહ જોવા મળે છે. વિદેશમાં જનારા વિદ્યાર્થીઓની સંખ્યા દિન- પ્રતિદિન વધતી જ જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે વિદેશમાં શિક્ષણ મેળવીને નોકરી મેળવવા માટે ઘણીબધી અનુકૂળતા રહે છે. આ ઉપરાંત વિદેશમાં પણ નોકરી મેળવવાની અને ત્યાં સેટલ થવાની શકયતા પૂરી રહે છે. વિઝા નિયમોમાં સુધારણા અને સ્કોલરશિપ મળવાને કારણે સામાન્ય મધ્યમ વર્ગમાંથી આવતાં યુવાનો પણ વિદેશમાં શિક્ષણ મેળવવા માટે સાહસ કરી શકે છે.

વિદેશોમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા જ નહીં પરંતુ જર્મની, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ પણ ભારતીય વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. આ યુરોપના દેશોમાં ઉત્તમ શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ છે. વર્તમાનમાં ભારતીય વિદ્યાર્થીઓને ન્યુઝીલેન્ડની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વધુ પ્રભાવિત કરી રહી છે. આશરે સાડા ત્રણ કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી  વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃત્તિઓ પણ ખૂબ આનંદથી કરી શકે છે. તેઓ અભ્યાસની સાથે રમતો જેવી કે ક્રિકેટ, રગ્બી, નેટબોલ, બેડમિન્ટન, ટેનિસ વગેરેમાં સારી રીતે ભાગ લઈને ઉત્કૃષ્ટ ખેલાડી પણ બની શકે છે. ન્યુઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં નેવુંના દાયકામાં સરકારે વિઝા નિયમો હળવા બનાવ્યા તેથી અનેક દેશોના વિદ્યાર્થી્ઓ મોટી સંખ્યામાં અહીં ભણવા આવે છે. વર્તમાનમાં વીસ હજારથી પણ વધુ વિદેશી વિદ્યાર્થીઓ જુદી જુદી શિક્ષણ સંસ્થાઓ અને વિશ્વ વિદ્યાલયોમાં અભ્યાસ કરી રહ્યા છે.

વિવિધ પ્રકારના અભ્યાસક્રમો : ન્યુઝીલેન્ડની વિવિધ શિક્ષણ સંસ્થાઓ અને વિશ્વ વિદ્યાલયોમાં જુદા જુદા પ્રકારના કોર્સ કરી શકાય છે. આ કોર્સમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી, બિઝનેસ સ્ટડી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આર્ટસ, કોમ્પ્યુટર્સ, મેથેમેટિકસ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ડેરી ટેક્નોલોજી વગેરે મુખ્ય છે. ઉપરાંત માહિતી શિક્ષણ વ્યવસ્થાની વિશેષતાએ છે કે સ્નાતક ડિગ્રી બાદ જો વિદ્યાર્થી વિષય બદલવા માગે તો તેને એક વર્ષ વધુ અભ્યાસ કરવો પડે છે. આમ તેને માસ્ટર ડિગ્રી પૂરી કરતા ત્રણ વર્ષ લાગી જાય છે.

ન્યુઝીલેન્ડની ટોપ ફાઈવ શિક્ષણ સંસ્થાઓ :

(૧) યુનિર્વિસટી ઓફ ઓકલેન્ડ

(ર)        વિકટોરિયા યુનિર્વિસટી ઓફ  વેલિંગ્ટન

(૩)       યુનિર્વિસટી ઓફ બેકટો ઈન હેમિલ્ટન

(૪)       યુનિર્વિસટી ઓફ કેન્ટબરી ઈન ક્રાઈસ્ટચર્ચ

(પ)       યુનિર્વિસટી ઓફ ઓટેગા ઈન ડુનેટીન

પ્રવેશ માટે અરજી કરવાનો સમયગાળો :

ન્યુઝીલેન્ડની યુનિર્વિસટીનો પાઠયક્રમ બે સેમેસ્ટરમાં વહેંચાયેલો હોય છે. જેના મુખ્ય સત્રો ફેબ્રુઆરી મહિનાથી શરૃ કરીને જૂન મહિના સુધી ચાલે છે. બીજું સેમેસ્ટર જુલાઈથી લઈને નવેમ્બર સુધીનું હોય છે. આ માટે અરજી પ્રક્રિયા  બે મહિના પહેલાં શરૃ કરી દેવામાં આવે છે.

અભ્યાસ માટેનો ખર્ચ : અમેરિકા અને બ્રિટનમાં અભ્યાસના ખર્ચ કરતાં ન્યુઝીલેન્ડમાં ઘણો ઓછો ખર્ચ થાય છે. જુદી જુદી સંસ્થાઓમાં શિક્ષણ માટેનો ખર્ચ અલગ અલગ હોઇ શકે છે. અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસમાં અલગ અલગ વિષયોમાં ફીનું ધોરણ જુદું રહે છે. કોઈપણ કોર્સમાં પ્રવેશ મેળવ્યા બાદ શિક્ષણ સંસ્થાઓમાં ટયુશન ફી વર્ષની આશરે ૧રથી ર૦ હજાર ન્યુઝીલેન્ડ ડોલર હોય છે. કોઈપણ પૂર્ણકાલીન કોર્સ માટે ર્વાિષક ફી રપ થી ૪૦ હજાર ન્યુઝીલેન્ડ ડોલર ભરવી પડે છે. ભારતીય રૃપિયામાં ફી ગણીએ તો ર્વાિષક ખર્ચ ૭થી ૧ર લાખ જેટલો જાય છે.

રહેવાનો ખર્ચ : ન્યુઝીલેન્ડનાં શહેરોમાં અભ્યાસની સાથે રહેવાનો - જમવાનો તેમજ ઈત્તર ખર્ચ વર્ષમાં બે થી ૩ લાખ જેટલો થાય છે.

અભ્યાસની સાથે નોકરી : અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ અહીં પાર્ટટાઈમ નોકરી પણ કરી શકે છે. બેચલર અને માસ્ટર ડિગ્રીથી સંબંધિત વિષયોના વિદ્યાર્થીઓ સત્ર દરમિયાન અઠવાડિયામાં વીસ કલાક કામ કરી શકે છે. રજાના દિવસે ફુલટાઈમ કામ કરી શકે છે. આ ઉપરાંત સ્થાનિક સરકાર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કોર્સ ઉપરાંત છ મહિના સુધી ત્યાં કામ કરવાની છૂટ આપવામાં આવે છે.

વિઝા માટેના નિયમો : ન્યુઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિઝા મેળવવા જરૃરી છે. અરજીપત્રક ન્યુઝીલેન્ડ દૂતાવાસ તેમજ સંબંધિત સેન્ટરો પરથી મળી રહે છે. આ માટે વિશેષ જાણકારી ન્યુઝીલેન્ડ દૂતાવાસ પરથી મેળવી શકાય.

સરનામું : ન્યુઝીલેન્ડ હાઈકમિશન, સર એડમંડ હિલેરી માર્ગ, ચાણક્યપુરી, નવી દિલ્હી- ૧૧૦૦ર૧

સ્કોલરશિપની સુવિધા : ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્કોલરશિપની સુવિધાઓ મળે છે. જેમાં ન્યુઝીલેન્ડ ઈન્ટરનેશનલ ડોકટરેટ રિસર્ચ સ્કોલરશિપ, ન્યુઝીલેન્ડ ઈન્ટર નેશનલ અંડર ગ્રેજ્યુએટ સ્કોલરશિપ, ન્યુઝીલેન્ડ અંડર ગ્રેજ્યુએટ સ્ટડી એબ્રોડ એવોર્ડ અને ન્યુઝીલેન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી એબ્રોડ તેમાં મુખ્ય છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com