મોલ કલ્ચર સામે પરંપરાગત બજાર આજે પણ અડીખમ

Aug 07,2008 Home > Supplements > City Life >Article
 
comment    e-mail    print    
 
Viewed 460
Rate 0
Rating
Bookmark The Article
 
 

હર હર મહાદેવની ગૂંજ એટલે શ્રાવણ માસની શરૃઆત. હિન્દુઓના ર્ધાિમક મહિના તરીકે ખ્યાતિ મેળવનાર શ્રાવણ માસમાં ગુજરાતીઓ મન ભરીને ભક્તિ કરી લે છે. મહિના દરમિયાન શહેરના સમગ્ર મહાદેવના મંદિરોમાં ઉત્સવ જેવું વાતાવરણ દીપી ઊઠે છે. ભગવાન શંકરના ભજનોના સંગીત સાથે નાના મોટા સૌ કોઇ ઓમ નમઃ શિવાયના જાપમાં લીન થઇ જાય છે. શિવલીંગ પર બિલીપત્રોની હારમાળા સર્જાય છે તો ક્યાંક શિવલીંગને ચંદનના સાજ-શણગાર કરાય છે. વળી, પૂજા કાર્ય માટેના પૂજાપા તેમ જ પ્રસાદ, ભગવાનના વસ્ત્રો જેવી દરેક ચીજ-વસ્તુની ખરીદી અગાઉથી જ કરાય છે. જાણીને આશ્ચર્ય લાગશે કે આ મોલ કલ્ચરના જમાનામાં પણ વર્ષો જૂના પરંપરાગત બજાર અડીખમ રહ્યા છે. શાકભાજી, ર્ફિનચર, ઘર વપરાશની ચીજ-વસ્તુઓ, કપડાં કે ઓર્નામેન્ટ્સની મોલમાં જઇ ખરીદી કરતાં અમદાવાદીઓ શ્રાવણ માસના પૂજાપાનો સામાન ખરીદવા માટે પરંપરાગત બજારો પર જ પસંદગી ઉતારે છે. પૂજાપાની દુકાન ધરાવતા ભરતભાઇ જણાવે છે, ‘મોલ આવ્યા હોવા છતાં અહીંથી પૂજાપાની સાધન-સામગ્રીની ખરીદી પહેલા જેટલી જ થાય છે. પરંતુ આશ્ચર્યની બાબત તો એ છે કે, હવે યંગસ્ટર્સ પણ ભક્તિ તરફ વળ્યા હોવાથી પૂજાપાના સામાનની ખરીદીમાં તેમને પણ રસ વધ્યો છે. હાં, એ માનવું પડશે કે મોલમાં પૂજાપાની ખરીદી કરવાવાળો પણ એક વર્ગ છે પરંતુ, તેનાથી પરંપરાગત બજારોને વધુ કોઇ ફરક પડતો નથી. જ્યારે આ વિશે એક મોલના મેનજરનું કહેવું છે, ‘મોલ બનવાથી લોકોને એક

જ સ્થળેથી દરેક સામાનની ખરીદીમાં સરળતા રહે છે. સમય પણ ઓછો બગડે અને સરળતાથી જરૃરિયાતની ચીજ-વસ્તુ ખરીદી શકાય છે. મોલ સિસ્ટમ શહેરના મોટાભાગના લોકોને આકર્ષી છે પરંતુ, હજુ એવો વર્ગ છે જેમને મોલની સરખામણીમાં પરંપરાગત બજારમાં

જઇને ખરીદી કરવી વધુ પસંદ છે.’ નિયમિતપણે પરંપરાગત બજારમાંથી ખરીદી કરતાં નિરંજના વ્યાસનું કહેવું છે, ‘મોલમાં કોઇ પણ વસ્તુની ખરીદી સામાન્ય ભાવ કરતાં થોડી મોંઘી પડે છે. એની સરખામણીએ પરંપરાગત બજારમાં એટલા જ રૃપિયામાં ક્વોન્ટીટી વધુ અને વસ્તુ ફ્રેશ મળે છે. તેમ જ દરેક વસ્તુની વધુ માત્રામાં ચોઇઝ મળી રહે છે. જેમ કે, શ્રાવણ મહિનાના પૂજાપાની દરેક વસ્તુ પરંપરાગત બજારમાંથી ઓછા ખર્ચે, વધુ માત્રામાં ખૂબ જ સારી ક્વોલિટીવારી મળી રહે છે.’

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com