અજય દેવગને ઘર છોડ્યું

Feb 02,2009 Home > Entertainment > Bollywood News >Article
 
comment    e-mail    print    
 
Viewed 16350
Rate 2.9
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ
 
બૉલીવુડ અભિનેતા અજય દેવગન મુંબઈ સ્થિત પોતાનું ઘર છોડી કારજતમાં આવેલા ફાર્મ હાઉસમાં રહેવા ચાલ્યા ગયા છે. અજય દ્વારા ઘર છોડવા બાબતે જાણવા મળ્યું છે કે તેઓ પોતાની આગામી ફિલ્મ 'લંડન ડ્રીમ્સ' નું શૂટિંગ કરી રહ્યાં છે અને શૂટિંગનું સ્થળ તેમના ફાર્મ હાઉસની ખૂબ જ નજીક છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શૂટિંગ દરમિયાન અજય લાંબા અંતરની મુસાફરી કરવાનું ટાળે છે તથા શૂટિંગ પણ ઝડપથી પૂર્ણ કરવાનું હોવાથી ઘણા વ્યસ્ત રહે છે.  તેમની આગામી ફિલ્મનું શૂટિંગ અત્યારે કારજત સ્થિત આવેલા એનડી સ્ટૂડિયોમાં ચાલી રહ્યું છે અને આ સ્થળ તેમના ફાર્મ હાઉસથી ખૂબ જ નજીક છે.

નોંધનીય છે કે ફિલ્મનું શૂટિંગ સમાપ્ત થઈ ગયા બાદ અજય ફરીવાર મુંબઈમાં આવેલા ઘરે રહેવા આવી જશે. 'લંડન ડ્રીમ્સ' માં અજયની સાથે સાથે સલમાન ખાન તથા અસિન નજર આવશે.

 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com