ઘર, જેલ ઔર કોમેન્ટ

Feb 12,2009 Home > Supplements > Cine Sandesh >Article
 
comment    e-mail    print    
 
Viewed 2841
Rate 2.0
Rating
Bookmark The Article
 
 

યારો, જપન જાસૂસને જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી કી લપ્પન છપ્પન કરવાની આદત પડી ગઈ છે તેમ ઈન્ડસ્ટ્રીના હીરોલોગને એકબીજાની ટાંગ ખેંચવાની ટેવ પડી ગઈ હોય એવું લાગે છે. આ કથન કહેવાનું કારણ એ જ કે થોડા દિવસો પહેલાં શાહરુખ ખાને દિલ્હીમાં એક પ્રોડક્ટના લોન્ચિંગ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે હું આમિરની જેમ મારા શરીર પર કંઈ લખાવી ન શકું. આ પહેલાં પણ કિંગખાને એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે મને અમુક કલાકારો વિશે કહેવાની ઈચ્છા છે પણ કહીશ નહીં. આ મોઘમ વાતમાં થતો ઈશારો આમિર ખાન તરફ હોવાનું ન સમજે એવું કોણ નાદાન હોય ?

આ સિવાય ગયા મહિને પ્રિટી ઝિન્ટાએ જ્યારે તેના જન્મદિવસની પાર્ટી યોજી ત્યારે તેણે સલમાન ખાન અને શાહરુખ ખાન બંનેને આમંત્રણ આપ્યું હતું. અખ્ખી ઈન્ડસ્ટ્રી કો માલૂમ હૈ કી રાણી મુખર્જીની જેમ પ્રિટીની દોસ્તી બંને ખાન સાથે છે. આ અવસરે જપન જાસૂસને દહેશત હતી કે બંને ખાન સામે આવી ગયા તો શું નું શું થશે. જો કે જપન જાસૂસને ડર હતો તેવું કંઈ ન થયું કારણ કે સલ્લુમિયાંને જ્યારે જાણ થઈ કે શાહરુખ ખાન પાર્ટીમાં પહોંચી ચૂક્યો છે એટલે તેણે પાર્ટીમાં જવાનું માંડી વાળ્યું.

રાણી મુખર્જીની વાત પરથી યાદ આવ્યું કે આજકાલ તે મુંબઈના વર્સોવામાં મકાનની શોધ કરી રહી છે. તેની પાછળ આદિત્ય સાથે અણબનાવ કે પ્રોપર્ટીમાં રોકાણ એવું કોઈ કારણ નથી. રાણી જ્યાં રહે છે તે જુહૂ સ્થિત બંગલાને તે પોતાની કારકિર્દી માટે અપશુકનિયાળ માની રહી છે. જ્યોતિષીઓએ રાણીને કારકિર્દી ફરી પાટે ચડાવવા માટે ઘર બદલવાની સલાહ આપી છે. આ મકાનમાં જ્યારથી રાણીએ રહેવાનું શરૃ કર્યું ત્યારથી એટલે કે ફિલ્મ ‘બાબુલ’થી લઈને ‘લાગા ચુનરી મેં દાગ’ અને ‘થોડા પ્યાર થોડા મેજિક’ જેવી બધી ફિલ્મો નિષ્ફળ રહી છે. રાણીનો કિસ્સો જોઈને જપન જાસૂસથી ગણગણાઈ જવાયું, ડૂબતો માણસ તરણું ઝાલે.

જેની ટેલેન્ટ વિશે જપન જાસૂસને જરાય શંકા નથી એવા ભાઈ મધુર ભંડારકરે પોતાની આગામી ફિલ્મ ‘જેલ’ની સિનેમેટોગ્રાફીનું કામ કલ્પેશને સોંપ્યું છે.  કલ્પેશ આ પહેલા ‘મુંબઈ સાલસા’ નામની ફિલ્મ માટે કામ કરી ચૂક્યો છે. ‘મુંબઈ સાલસા’ તમને યાદ ન આવે તો મગજને વધુ જોર ન દેતા કારણ કે  તેમાં યાદ રહે તેવું કશું નહોતું. તો પછી કલ્પેશને કામ સોંપવાનું કારણ શું ? એવો પ્રશ્ન તમને થાય એ સ્વાભાવિક છે, જપન જાસૂસને પણ થયો. જપન જાસૂસે ખણખોદ કરી તો ખબર પડી કે ભાઈ કલ્પેશ તો મધુર ભંડારકર કે રિશ્તે મેં ભાઈ લગતે હૈ. આ વિશે મધુરને પૂછતાં તેણે ખુલાસો કરતાં કહ્યું કે મેં કલ્પેશને તેની પ્રતિભાને આધારે કામ સોંપ્યું છે. કલ્પેશને કામ સોંપીને હું કુટુંબવાદને ઉત્તેજન નથી આપી રહ્યો. મને નવી - નવી પ્રતિભાઓ સાથે કામ કરવું પસંદ છે.

જપન જાસૂસેય પછી તો પોતાની વાત આટોપી લીધી કારણ કે ‘જેલ’ જ્યારે રેડી થઈને રિલીઝ થશે ત્યારે વિવેચકો તો સિનેમેટ્રોગ્રાફીની વાત કરવાના જ છે. તબ હો જાયેગા દૂધ કા દૂધ ઔર પાની કા પાની.
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com