કે૫ીટીના ઉપાધ્યક્ષ મનોરંજન કુમાર કાપડ મંત્રાલયમાં ધકેલાયા

Aug 09,2008 Home > Rajkot > Kutchh >Article
 
comment    e-mail    print    
 
Viewed 121
Rate 0
Rating
Bookmark The Article
 
 

ગાંધીધામ, તા. ૯
કંડલા પોર્ટ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પદે નિયુક્ત થયા બાદ અનેક ગેરરીતીઓ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનાર કંડલા પોર્ટ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ મનોરંજન કુમારની પ્રર્માણકતાથી અંતે વાજ આવી જઇને શીપીંગ મંત્રાલયે તેમને કંડલા પોર્ટ ટ્રસ્ટમાંથી ડટાવીને કાપડ મંત્રાલયમાં પરત મોકલવાનો આદેશ કરતા ફરી એક વાર પોર્ટ પ્રશાસનમાં ભ્રષ્ટ લોબી ગેલમાં આવી ગઇ છે અને જે ફાઇલોની તપાસ ગુપ્તચર એજન્સીઓ કરી રહી છે તે તમામ તપાસોમા વિલંબ થાય તેવી ચર્ચા પ્રબળ બની છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને સી.ઇ.ઓ તરીકે મનોરંજન કુમારે પ્રશંસનીય સેવા બજાવી હતી. શીપીંગ મંત્રાલયના નવા જારી થયેલા આદેશ અનુસાર મનોરંજન કુમારને આ બન્ને પદની જવાબદારી પરથી મુક્ત કરીને પરત કેન્દ્ર સરકારમાં કાપડ મંત્રાલયમાં નિયુક્તી અપાઇ છે. તેમની આ સેવા સમાપ્ત કરી દઇને તે બન્ને પદનો ચાર્જ વાડીનારના સી.એમ.ઓ. જી.એસ. રાવને સોંપવામાં આવેલ છે અને જી.એસ. રાવે આ બન્ને પદનો હવાલો સંભાળી લીધેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંડલા પોર્ટ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પદે મનોરંજન કુમારની નિયુક્તી થયા બાદ તેમણે ચીફ વીજીલન્સ ઓફીસરની સત્તાની રૃએ જમીન, લીઝ રીન્યુઅલ, કન્ટેનર ફ્રેટ સ્ટેશન, કંડલા પોર્ટના અધિકારીઓના બે સુમાર ભ્રષ્ટાચાર, ડ્રેજીંગ સહિતના અનેક સંવેદનશીલ મુદ્દાઓમાં અનેક ગંભીર ગેરરીતિઓ પકડી પાડી હતી અને તે તમામ બાબતોએ કે૫ીટીના ઉપાધ્યક્ષ મનોરંજન કેન્દ્ર સરકારનુ ધ્યાન દોર્યુ હતુ એટલુ જ નહી પણ આ તમામ ફાઇલોમાં સી.બી.આઇ ની તપાસ શરૃ કરાવી હતી. મનોરંજન કુમારની પ્રમાણિક કામગીરીથી કંડલા બંદર અને દિલ્હી ખાતેના શીપીંગ મંત્રાલયની ભ્રષ્ટ લોબીના પેટમાં તેલ રેડાયુ હતુ અને યેનકેન પ્રકારે તેમને કંડલા પોર્ટ ટ્રસ્ટમાંથી હટાવા માટે તમામ શક્તિ કામે લગાડી હતી. તે દરમિયાન મનોરંજન કુમારે કેન્દ્રીય વહીવટી ટ્રીબ્યુનલ (કેટ)માંથી પોતાની બદલી સામે મનાઇ હુકમ મેળવી લીધો હતો અને પોતાની તપાસના અભિયાનમાં વધુ ઉંડાણપૂર્વકની તપાસ જારી રાખી હતી.

મનોરંજન કુમાર દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલ અત્યંત ગુપ્ત માહીતીના ગંભીર પ્રત્યાઘાતો પડયા હતા. જેના પડઘા આજે પણ કંડલા સંકુલમાં ગાજી રહ્યા છે. કેન્દ્રીય શીપીંગ મંત્રાલય ઉપરાંત ગુપ્તચર એજન્સીના અધિકારીઓની ટીમ છેલ્લા એક સપ્તાહથી કંડલા ખાતે ધામા નાખીને તપાસનો દોર ચલાવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અગીયાર જેટલી ફાઇલો આ ટીમ દ્વારા તપાસ અર્થે લઇ જવામાં આવી છે. જે ફાઇલોમાં પ્રથમ દર્શનીય રીતે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર માલુમ પડયા છે તે તમામ અગીયાર જેટલી ફાઇલોની તપાસનો ધમધમાટ પણ શરૃ થઇ ચુક્યો છે. કંડલા પોર્ટ ટ્રસ્ટમાં ચેરમેન અને મુખ્યત્વે ટ્રાફીક વિભાગની કથિત ભ્રષ્ટ લોબીને મનોરંજન કુમાર આંખના કણાની જેમ ખુંચતા હતા. કારણ કે મનોરંજન કુમારે સી.બી.આઇ. સમક્ષ જે અહેવાલો રજુ કરેલ તેના કારણે મુખ્યત્વે ટ્રાફીક વિભાગના એક અધિકારી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ થાય તેવા સંજોગો સર્જાયા હતા.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com