મેનન અને હિલરીએ મુંબઈ હુમલાની ચર્ચા કરી

Mar 10,2009 Home > World >Article
 
comment    e-mail    print    
 
Viewed 742
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

વૉશિંગ્ટન : તા. 10

ભારતના વિદેશ સચિવ શિવશંકર મેનન અને અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન વચ્ચે થયેલી વાતચીતમાં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા, અફઘાનિસ્તાનની સ્થિતિ અને શ્રીલંકામાં સંઘર્ષની સ્થિતિ પર ચર્ચા થઈ હતી. તેમજ આતંકવાદનો સામનો કરવાના ઉપાયોગ પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મેનને અમેરિકાના ચાર દિવસના પ્રવાસ છે. તેઓ વિદેશ વિભાગમાં હિલેરી ક્લિન્ટનને મળ્યા અને તેમની સાથે અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ તેમજ મુખ્ય દ્રિપક્ષીય અને ક્ષેત્રીય બાબતો પર પણ ચર્ચા કરી હતી.

ઓબામા સરકાર અફઘાનિસ્તાનમાં સ્થાયી શાંતિ બહાલીની દિશામાં ભારતને એક પ્રમુખ ક્ષેત્રીય ભાગીદારના રૂપમાં જુએ છે. વિદેશ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે મેનન અને હિલેરી વચ્ચે લગભગ અડધા કલાક સુધી બેઠક ચાલી હતી જેમાં બંને નેતાઓએ શ્રીલંકા, પરમાણુ અપ્રસાર અને મુંબઈ આતંકવાદી હુમલા તથા અફઘાનિસ્તાનની સ્થિતિને ધ્યાનમાં રાખતા આતંકવાદને મૂળથી ઉખાડી નાખવા માટેના પ્રયત્નો પર ચર્ચા કરી હતી.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com