એક કરતાં વધુ જાતીય સંબંધો માટે જવાબદાર ગ્રહો

Apr 22,2009 Home > Supplements > Nakshatra >Article
 
comment    e-mail    print    
 
Viewed 4141
Rate 0
Rating
Bookmark The Article
 
 

કામ એક વૃત્તિ છે, માનવસહજ છે, સંતાનપ્રાપ્તિમાં તેની તૃપ્તિ છે. ક્યારેક આ વાસના ભડકે છે તો સીમાઓનું ઉલ્લંઘન પણ કરે છે. જ્યારે એક વ્યક્તિ કે પારિજાત એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે શારીરિક સંસર્ગમાં આવે છે ત્યારે આ ચેષ્ટા સમાજમાં ટીકાને પાત્ર થાય છે ને આ પ્રક્રિયા સ્વયં સામાજિક માળખાને નષ્ટભ્રષ્ટ કરી નાંખે છે. આમ છતાં આવી લીલાઓ આચરનાર મનુષ્ય કાયદાથી ગુનેગાર હોવા છતાં ક્યારેક તેનામાં રહેલા કુદરતી ગુણો તેની આ પ્રકારની લાચારી માટે જવાબદાર જોવા મળે છે. પરાશર ઋષિએ આ માટે કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવ્યા છે. તેને આધુનિક પરિપ્રેક્ષ્યમાં નીચે પ્રમાણે દર્શાવ્યા છે.

એક કરતાં વધુ જાતીય સંબંધોનો કુંડળીમાં વિચાર કરવો હોય તો આઠમા સ્થાન તથા આઠમા સ્થાન સ્વામી સાથે દૃષ્ટિ, યુતિ અને યોગસંબંધ ધરાવતા ગ્રહોનો વિચાર કરવો બહુ જ ઉપયોગી થશે.

(૧) આઠમા સ્થાન વિશે રહેલા ગ્રહોની સંખ્યા મુજબની સંખ્યાની વ્યક્તિઓ સાથે વ્યક્તિ જાતીય સંબંધથી જોડાય છે. આ સંબંધોનો માત્ર વિચાર ન કરતાં પરિણીત વ્યક્તિ સાથે લગ્નેત્તર વ્યક્તિનો પણ વિચાર કરી શકાય.

આ રીતે એક કરતાં વધુ જાતીય સંબંધો ર્નિિદષ્ટ થતાં હોય તો જાતીય સંબંધથી જોડાનાર વ્યક્તિ કોણ હોઈ શકે, તેનો વિચાર નીચે મુજબ કરી શકાય.

આઠમા સ્થાનમાં પડેલ ગ્રહ જો લગ્નેશ હોય તો પ્રેમિકા, દ્વિતીયેશ હોય તો કૌટુંબિક સંબંધોમાંથી, તૃતીયેશ હોય તો પડોશી, ચતુર્થેશ હોય તો એક જ ગામની, પંચમેશ હોય તો શિષ્ય-શિષ્યા કે સહાધ્યાયી, ષષ્ઠેશ હોય તો મોસાળના ગામની, સપ્તમેશ હોય તો ભાગીદારના કુટુંબની બીજી પત્ની કે સેવક-સેવિકા, અષ્ટમેશ હોય તો ઉપપત્ની કે ઉપપતિ અથવા પત્ની કે પતિના કુટુંબની વ્યક્તિ, નવમેશ હોય તો સાળા-સાળી, ભાભી-બનેવી કે દિયેર, નણંદ, દસમેશ હોય તો દૂરના પરદેશની, એકાદશેશ હોય તો સમાજ કે મિત્ર વર્ગની અને દ્વાદશેશ હોય તો પૈતૃક સંબંધોમાંથી સમવ્યસ્ક કે સક્ષમ વ્યક્તિઓ સાથે જાતીય સંબંધો જન્મે છે.

(ર) આઠમા સ્થાન ઉપર જેટલા ગ્રહોની દૃષ્ટિ પડતી હોય તેટલી વ્યક્તિઓ સાથે જાતીય સંબંધો સંભવવાની શક્યતાઓ રહેલ છે. આ દૃષ્ટિ કરતા ગ્રહો જે સ્થાનના સ્વામી થઈ દૃષ્ટિ કરતાં હોય તે સ્થાન સંબંધિત વ્યક્તિઓ સાથે આવા જાતીય સંબંધો વિકસે છે. એ માટે ભાવસંબંધિત બાબતો જવાબદાર જોવા મળે છે. માનો કે કોઈ ગ્રહ તૃતીયસ્થાનનો સ્વામી થઈ બીજે બેસી આઠમા સ્થાન ઉપર દૃષ્ટિ કરતો હોય તો પડોશીની યુવતી કે યુવક પડોશીની ગેરહાજરીમાં કૌટુંબિક સંબંધો બાંધી જાતીય સંબંધમાં આવે છે.ળ

આમ જેટલા દૃષ્ટિ સંબંધો થતા હોય એટલા દૃષ્ટિ સંબંધો કરનાર ગ્રહો જે સ્થાનના સ્વામી થયેલ હોય એ સ્થાનના માનવીય સંબંધો વ્યક્તિ સાથે જાતીય સંબંધ માટે જવાબદાર નીવડે છે.

(૩) અષ્ટમેશ સાથે દૃષ્ટિ-યુતિ સંબંધથી જોડાયેલ ગ્રહોની સંખ્યા મુજબ જાતીય સંબંધો સંભવે છે.

ધારો કે અષ્ટમેશ દસમા સ્થાનમાં પડેલ છે. જેના ઉપર ચતુર્થ એટલે સ્વદેશ કે પોતાના નિવાસનું ગામ ગણાય. આથી સ્વનગરના નિવાસીઓ સાથેના વ્યવસાયિક સંબંધોને કારણે જાતીય સંબંધો સંભવે છે કારણ કે જાતીય સ્થાનનો સ્વામીગ્રહ વ્યવસાય સ્થાનમાં રહી સ્વનગર નિવાસસ્થાનમાં રહેલા ગ્રહો સાથે દૃષ્ટિસંબંધમાં આવે છે.

જાતીય સંબંધો માટે આ જ કારણોસર સ્થળ બદલાતા, વ્યવસાય બદલાતા, નોકરી બદલાતા, પતિ-પત્નીની ગેરહાજરીના કારણે, આમ અનેક કારણોસર, વિજાતીય સંબંધો ઉપરોક્ત ત્રણ મૂળભૂત આકાશી કારણોસર વિકસે છે. આ સંબંધો માટે જે ગ્રહો જવાબદાર નીવડે છે તે ગ્રહોની નૈર્સિગક અવધિ બાદ જાતીય સંબંધો વિકસતા જોવા મળે છે. ઘણીવાર જાતીય સંબંધ આવા સંબંધો વ્યક્તિના જીવનમાં પ્રસ્થાપિત થાય છે. ઘણી વાર વિજાતીય સંબંધ નિર્દેશક ગ્રહ કે ગ્રહોની સાનુકૂળ દશા-અંતર દશામાં આવા સંબંધો વિકસતા જોવા મળે છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com