મારી મમ્મીનો નેચર થોડો ઘરેલુ પ્રકારનો ખરો, પણ એમાંય ઘણી આગળ કારણ કે અમે નાના હતા ત્યારે ગાડી ચલાવતા. અમને સ્કેટિંગમાં લઈ જતા, લાઈબ્રેરી લઈ જતા.અમે બપોરના શોમાં એન્ટરટેઈનમેન્ટ મૂવીમાં જતા. આમ તો હું મમ્મી-પપ્પા બંનેની ફેવરિટ રહી છું પણ મમ્મીની ખાસ. મમ્મી જમવાનું એ ગ્રેડ બનાવે. હું નાની હતીને ત્યારથી અને આજે પણ કંઈ કરવું કે કરાવવું હોય તો મમ્મીને કહી દેવાનું. મને મારી મમ્મીએ ટોટલ સપોર્ટ કર્યો છે - મેન્ટલ,ઈમોશનલ, ઈન્ટલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ. મમ્મી ખૂબ ર્ધાિમક વૃત્તિના. જૂઠું નહીં બોલવાનું, ખરાબ કામ નહીં કરવાનું જેવા સંસ્કાર આપ્યા. મમ્મી ઈઝ લાઈક અ પર્સનલ ગોડ - તેની પાસે જે માંગવું હોય તે માંગી લેવાનું અને મળી જાય. હું નાની હતીને ત્યારે પણ મમ્મીમાં એટલી શ્રદ્ધા કે એકઝામ આપવા હું જઉં અને મમ્મીને કહું તું ભગવાન પાસે મારા માટે પ્રે કરજે. આટલી મોટી થયા પછી પણ તે હજુય મારી બાળકની જેમ કેર કરે છે. બિઝનેસ માટે મારે ઘણી વાર રાત્રે મોડે સુધી ઓફિસમાં રોકાવું પડે તો હું ઘરે પહોંચી ન જાઉં ત્યાં સુધી આ જ તેનો ક્રમ રહ્યો છે. તેની ડ્રેસિંગ સ્ટાઈલ પણ એવી ટીપટોપ કે તમે જોતાં જ ખુશ થઈ જાઓ.
મને જો તમે પૂછો કે આઈડિયલ મધર કેવી હોવી જોઈએ તો હું એમ જ કહું કે આઈડિયલ મધર લાઈક માય મધર. મધર પાસે ધીરજ હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ. તેણે કેટલું બધું ્સેક્રિફાય કરવું પડે, બાંધછોડ કરવી પડે. મા તો ભાગ્યે જ ગુસ્સો કરે અને જ્યારે ગુસ્સે થાય ત્યારે આપણાં ભલા માટે જ. એક આઈડિયલ મધર બાળક માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હોવી જોઈએ. મારી મમ્મીનું જો પચાસ ટકા પણ મારામાં આવશે તો હું ગુડ મધર થઈ શકીશ.
આ મધર ડેના દિવસે મારે એટલું જ કહેવું છે કે દરેક મધર ભગવાન જેવી જ હોય છે કારણ કે તે બાળકની દરેક ઈચ્છા પૂરી કરે છે, બાળકને રક્ષણ આપે છે. સંતાનો માટે મારે કહેવું છે કે તમારા મધર તમારી પર ગુસ્સે થાય તે તમને સારું નહીં લાગે પણ તેના કારણે તમને જે કેળવણી મળે છે તે ભવિષ્યમાં પણ તમને કામ લાગશે. હંમેશા વિશ્વાસ રાખજો કે તમારા પેરેન્ટસ તમારા માટે કંઈ ખરાબ નહીં જ વિચારતા હોય.