વેકેશનનો માહોલ છતાં શહેરના થિયેટરોને પ્રેક્ષકો મળવાના ફાંફાં

May 21,2009 Home > Surat > Surat City >Article
 
comment    e-mail    print    
 
Viewed 744
Rate 0
Rating
Bookmark The Article
 
 

સુરત,તા.૨૦

મોટા બેનરોની ફિલ્મોનો અભાવ અને મંદીના માહોલને કારણે સિનેમાઉદ્યોગને ભારે ફટકો પડયો છે. હાલમાં વેકેશન હોવા છતાં શહેરના મલ્ટીપ્લેક્ષ થિયેટરો, અન્ય સિનેમાગૃહો અને વીડિયો થિયેટરોમાં રોજેરોજ સંખ્યાબંધ શો રદ્ કરવાની નોબત આવી છે. છેલ્લાં દોઢ મહિનામાં મલ્ટીપ્લેક્ષોમાં ૨૭૫ અને સિનેમા થિયેટરોમાં ૩૦૦ જેટલા શો રદ્ કરવા પડયા હોવાનું જાણવા મળે છે. વીડિયો થિયેટરો તો સગવડે શો ચલાવી રહ્યા છે.

સુરત શહેરના ત્રણ મલ્ટીપ્લેક્ષ સિનેમાઓમાં તા. ૧-૦૪-૦૯થી તા. ૧૮-૦૫-૦૯ સુધીમાં ૨૭૬ શો પ્રેક્ષકોના અભાવે રદ્ કરવા પડયા હતા. આ સમયગાળામાં વેલેન્ટાઈન સિનેમામાં ૩૨, રાજ એમ્પાયરમાં ૧૩૨ અને સિટી પ્લસમાં ૧૧૨ શો રદ્ કરવા પડયા હતા. મલ્ટીપ્લેક્ષ સંચાલકોના કહેવા મુજબ હાલમાં મોટા બેનરોની ફિલ્મો આવી નથી જેને કારણે પ્રેક્ષકો મલ્ટીપ્લેક્ષો સુુધી ખેંચાતા નથી. તાજેતરમાં જે કોઈ મોટા બેનરોની ફિલ્મો આવી છે તે હીટ થઈ નથી. વીડિયો પાઈરસીનું ગ્રહણ તો કાયમી છે. મોટી ફિલ્મોના અભાવમાં જે કોઈ ફિલ્મો આવે તેને ચલાવવી પડે છે. મંદીના કારણે પ્રેક્ષકો મળતા ન હોઈ અમુક ફિલ્મોના ટિકિટના ભાવ પણ ઘટાડવા પડે છે.  મલ્ટીપ્લેક્ષોની માફક શહેરના સિનેમા થિયેટરોને પણ આ જ સમસ્યા નડી રહી છે. છેલ્લાં દોઢેક મહિનામાં આ સિનેમાગૃહોેએ પણ ૩૦૦ જેટલા શો રદ્ કરવા પડયા હોવાનું જાણવા મળે છે. શો રદ્ કરવાની જાણ ન કરવાની સ્થિતિમાં મનોરંજન કર ભરવાની ફરજ પડતી હોઈ સિનેમા સંચાલકો મનોરંજન વિભાગને દરરોજ જે કોઈ શો રદ્ થાય તેની જાણ કરતા રહે છે. મનોરંજન વિભાગમાં દરરોજ પ્રેક્ષકોના અભાવે શો રદ્ કરવા પડયાના ફેક્ષના ઢગલા થાય છે. મોટા થિયેટરોને તો મોંઘી ટિકિટોને કારણે થોડી અસર થાય એ સ્વાભાવિક છે પણ વીડિયો થિયેટરોની ટિકિટોના ભાવ ઓછા હોવા છતાં તેને પણ આ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિડીયો થિયેટરોમાં પણ વારંવાર શો બંધ રાખવા પડે છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com