વડોદરાનું સાયન્સ પ્રવાહનું ૬૬.૧૭ ટકા પરિણામ

May 29,2009 Home > Baroda > Baroda City >Article
 
comment    e-mail    print    
 
Viewed 829
Rate 3.6
Rating
Bookmark The Article
 
 

વડોદરા, તા. ૨૮

વડોદરા શહેર - જિલ્લાનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬.૧૭ ટકા પરિણામ  જાહેર થયું છે. કુલ ૧૦ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી હતી.  જેમાં કુલ ૭૯૭૬ પરીક્ષાર્થીઓ બેઠા હતા તેમાંથી ૫૨૭૮  વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વિશેષ યોગ્યતા ક્રમમાં ૧૨૧૧  વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જયારે પ્રથમ વર્ગમાં ૧૦૭૩,  દ્વિતિય વર્ગમાં ૨૧૮૧ અને તૃતિય વર્ગમાં ૮૦૨ વિદ્યાર્થીઓ પાસ  થયા છે. દશ કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું ૮૨.૧૮ ટકા અને સૌથી ઓછું માંડવી કેન્દ્રનું ૫૫.૮૭ ટકા આવ્યું છે.

ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધો. ૧૨ સાયન્સની પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરા શહેરના ત્રણ વિદ્યાર્થીઓ બોર્ડમાં એકથી દસમાં સ્થાન પામ્યા છે. જેમાં દલવાની આરતી મુકેશભાઈ ૯૪.૮ ટકા સાથે બોર્ડમાં છઠ્ઠા નંબરે અને વડોદરા શહેરમાં પ્રથમ નંબરે જયારે શાહ પ્રેયસ તુષારભાઈ તેમજ, પુંડિર આંચલ નવાબસિંઘ બંનેએ ૯૪.૦  ટકા ગુણ મેળવી સમગ્ર રાજયમાં દસમાં ક્રમે અને વડોદરા શહેરમાં બીજા નંબરે આવ્યા છે.

  • સાયન્સમાં પ્રથમ આરતીને ખ્યાતનામ તબીબ બનવું છે
  • શહેર-જિલ્લામાં માંડવી કેન્દ્ર છેલ્લા નંબરે પહોંચી ગયું

વિજ્ઞાન પ્રવાહમાં સરદાર વલ્લભભાઈ વિદ્યાલયના ૪, એલેમ્બિક વિદ્યાલયના ૩, બ્રાઈટ ઈંગ્લીશ મિડીયમ સ્કુલના ૨,  વિદ્યુત બોર્ડ વિદ્યાલયના ૨, એમ.જી.એમ. સ્કુલના ૨, કોન્વેન્ટના ૨ અને બરોડા હાઇસ્કુલના ૨ અને અન્ય સ્કુલોના મળી કુલ ૨૩ વિદ્યાર્થીઓએ ટોપટેનમાં સ્થાન મેળવ્યુ છે.

વડોદરાના માંડવી કેન્દ્રનું ધો. ૧૨ના સાયન્સ અને કોમર્સ બન્ને  પ્રવાહનું પરિણામ નબળું આવ્યું છે. વડોદરા- શહેર જિલ્લાના કેન્દ્રોમાં ધો. ૧૨ કોમર્સ સ્ટ્રીમમાં  સૌથી ઓછું ૭૦.૪૬ ટકા પરિણામ માંડવી કેન્દ્રનું છે. ધો. ૧૨  સાયન્સમાં પણ વડોદરા શહેર- જિલ્લાના કુલ ૧૦ કેન્દ્રોમાં  સૌથી ઓછુ માંડવી કેન્દ્રનું ૫૫.૮૭ ટકા પરિણામ આવ્યું છે.

સામાન્ય પ્રવાહનું ૭૮.૭૧ ટકા પરિણામ

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં  લેવાયેલી ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે.  રાજયનું ૮૫.૩૧ ટકા પરિણામ આવ્યું છે જ્યારે વડોદરા શહેર- જિલ્લાનું ૭૮.૭૧%  પરિણામ જાહેર થયું છે. જિલ્લાના ૧૩ કેન્દ્રોમાં ૨૨,૬૧૩  પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૭,૭૯૮ વિદ્યાર્થીઓ  પાસ થયા છે.

સામાન્ય પ્રવાહમાં ડિસ્ટીંકશનમાં ૨૩૩૬ વિદ્યાર્થીઓએ સ્થાન  મેળવ્યું છે. જયારે પ્રથમ વર્ગમાં ૪૩૧૭, દ્વિતિય વર્ગમાં ૮૨૯૨ અને  તૃતિય વર્ગમાં ૨૮૫૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

  • સામાન્ય પ્રવાહનું ૭૮.૭૧ ટકા પરિણામ : TOP 10માં વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ
    જિલ્લાના પાવીજેતપુર કેન્દ્રનું સૌથી વધુ ૯૫.૭૮%  અને સૌથી ઓછું માંડવી કેન્દ્રનું ૭૦.૪૬% પરિણામ આવ્યું છે. વડોદરા  શહેરના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં ૧૭ તેજસ્વી તારલાએ સ્થાન  મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યુ છે. જેમાં સૌથી વધુ ગુણ સરદાર  વલ્લભભાઈ વિદ્યાલયનો વિદ્યાર્થી વિશાલ મોચીએ ૯૩.૨૯ ટકા  મેળવ્યા છે.  આ વખતના પરિણામમાં ટોપ ટેન તેજસ્વી વિદ્યાર્થીઓમાં સૌથી  નોંધપાત્ર મુદે એ છે કે ૧૭ બ્રીલીયન્ટ તારલામાં ૧૩  વિદ્યાર્થિનીઓ છે.

વડોદરા શહેના ૧૭ તેજસ્વી તારલા પૈકી સરદાર વલ્લભભાઈ  વિદ્યાલયના ૩ વિદ્યાર્થી- ઉત્કર્ષ વિદ્યાલયના- ૩, હરિસેવા ગર્લ્સ  સ્કૂલના- ૩ અને મહારાણી કન્યા વિદ્યાલયના ૩ વિદ્યાર્થી પાસ  થતાં ચારેય શાળાએ હેટ્રીક લગાવી છે. વડોદરામાં પ્રથમ સ્થાને  આવેલા વિદ્યાર્થી મોચી વિશાલે સૌથી વધુ ૭૦૦ માંથી ૬૪૪ ગુણ સાથે ૯૨  ટકા મેળવ્યા છે. જયારે દશમા સ્થાને ત્રણ વિર્દ્યાિથની રહી છે.  જેઓએ ૭૦૦ માંથી ૬૩૦ ગુણ સાથે ૯૦ ટકા મેળવ્યા છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com