|
જગત કલ્યાણકર્તા શ્રી ગણેશ
ગણેશજીને જ ગણપતિ કહેવામાં આવે છે. ગણપતિ પોતાના ભક્તોના તમામ દુ:ખ નષ્ટ કરી દે છે. તેથી તેમના પ્રાદુર્ભાવની તિથિને સંકષ્ટી ચતુર્થી કહે છે. માઘ માસની કૃષ્ણ પક્ષ ચતુર્થી તિથિએ ગણપતિનો જન્મ થયો, પરંતુ પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષીય ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તથા શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી ચતુર્થી કહેવામાં આવે છે. ગણેશજીની કૃપાથી વિદ્યાર્થીને વિદ્યાની પ્રાપ્તિ, નાણાં ઇચ્છનારને નાણાંની પ્રાપ્તિ, વિજયાર્થીને વિજયની પ્રાપ્તિ અને પુત્રાર્થીને પુત્રની પ્રાપ્તિ થાય છે. વિઘ્નેશ્વર શ્રી ગણેશજીના અનુગ્રહથી સંસારના સંપૂર્ણ કાર્ય વિઘ્ન વિના સિદ્ધ થઈ જાય છે. શ્રી વિદ્યામાં ગણેશપૂજનને મહાગણપતિ સપર્યા કહે છે. ગણેશજીના સ્મરણ કે પૂજનથી તમામ વિઘ્ન દૂર થઈ જાય છે અને પ્રારંભ કરેલું તમામ કાર્ય વિઘ્ન વિના સિદ્ધ થઈ જાય છે. સર્વ જગન્નિયન્તા પૂર્ણ પરમ તત્ત્વને પણ શ્રી ગણેશ કહે છે. ગણ સમૂહનો વાચક છે. સમૂહોના પાલન કરનાર ઈશ્વરને ગણેશ કહે છે. સર્વવિધ ગણોને સત્તાસ્ફૂર્તિ પણ ગણેશ આપે છે. ગણપત્યથર્વશીર્ષ દ્વારા ગણપતિ શબ્દને બ્રહ્મ જણાવાયું છે. જેમ કે સર્વકામત્વ, સર્વરસત્વ, સત્સંકલ્પત્વાદિ ગુણવિશિષ્ટ બ્રહ્મતત્ત્વની ઉપાસના કરવાથી ઉપાસ્ય વિશેષણ ગુણ જ ફળ સ્વરૂપ લબ્ધ થાય છે. ગણેશજીને એક દંત કહેવાય છે. એક શબ્દ અહીં માયાનો બોધક છે અને દંત શબ્દ માયિકનો બોધક છે. એક શબ્દાત્મિકા માયા તસ્યા: સર્વ સમુદ્રવમ્, દંત: સત્તાધરસ્તત્ર માયા ચાલક ઉચ્ચતે. ગણેશજીમાં માયા અને માયિકનો યોગ હોવાથી તેમને એકદંત કહેવાય છે. તેમને વક્રતુંડ પણ કહેવાય છે. વક્રમ આત્મરૂપં મુખં યસ્ય્. ભગવાન ગણેશનું વાહન મૂષક સર્વાન્તર્યામી, સર્વપ્રાણીઓમાં હૃદયરૂપી દરમાં રહેનાર, સર્વ જંતુઓના ભોગને ભોગવનાર છે. તે જીવોના અજ્ઞાત સર્વસ્વને હરે છે. ગણેશજીને લંબોદર પણ કહેવાય છે, કારણ કે તેમના ઉદરમાં તમામ વાતોને પચાવવાની શક્તિ છે. તસ્યોદરાત્ સમુત્પન્નં નાના વિશ્વં ન સંશય: ગણપતિને જણાવતો ઋગ્વેદમાં આ મંત્ર છે. ગણાનાં ત્વા ગણપતિ હવામહે કવીનામુપમશ્ચ વસ્તમમ્ ગણપતિ અનાદિકાળમાં આર્યોના પરમપૂજ્ય દેવ હતા. સમસ્ત મંગલકાર્યોમાં સર્વ પ્રથમ ગણેશજીની પૂજાનું વિધાન છે. ગણેશજી અજ, અનાદિ અને અનંત છે. જે શિવજીના પુત્ર ગણેશ થયા, તે તો ગણપતિના અવતાર છે.
બ્રહ્મવર્તપુરાણ
અનુસાર
ભગવાન
શ્રીકૃષ્ણ
જ બીજા
કલ્પમાં
શ્રી
ગણેશજીના
રૂપમાં
સુંદર
સુકુમાર
સર્વાંગ
મનોહર
શિશુ
માતા
પાર્વતીજીની
શય્યા
પર
પ્રાદુર્ભૂત
થઈ ગયા.
શનિની
દૃષ્ટિ
પડતા જ
ગણેશજીનું
માથું
અલગ થઈ
ગયું.
ભગવાન
વિષ્ણુએ
ગજ
શિશુનું
મસ્તક
કાપીને
ગણેશજીની
ગરદન પર
લગાવી
દીધું
અને
ત્યારથી
તે
ગજાનન
કહેવાયા.
|