|
ગણપતિનાં
વિવિધ
રૂપોના
પૂજનથી
કષ્ટ
નિવારણ
સઘળા
માંગલિક
કાર્યોમાં
સૌથી
પ્રથમ
ગણેશજીની
પૂજાનું
એક
શાસ્ત્રીય
વિધાન
છે.
તેમની
કૃપાદૃષ્ટિથી
મનુષ્યના
સઘળા
મનોરથ
પૂર્ણ
થાય છે.
જેના
ઘરમાં
દરરોજ
ગણેશજીની
પૂજા
થાય છે
ત્યાં
વિઘ્ન,
સંકટ
વગેરેનું
નિવારણ
જલદી થઈ
જાય છે.
તેમના
યંત્ર,
મંત્ર,
મૂર્તિની
સંયુક્ત
સાધના
કરવાથી
તરત જ
લાભ
પ્રાપ્ત
થાય છે..
(૧)
શ્વેતાર્ક
ગણપતિ : શ્વેતાર્ક
એક સફેદ
પુલ
ધરાવતી
વનસ્પતિ
છે. આ
વનસ્પતિના
મૂળમાંથી
બનાવાયેલ
ગણેશજીની
મૂર્તિ
શ્વેતાર્ક
ગણપતિ
કહેવાય
છે. આની
વિધિવત્
પૂજા
કરવાથી
ઘરમાં
સુખ-સમૃદ્ધિ
બની રહે
છે અને
પૂજા
કરનારાની
તમામ
અભિલાષાઓ
પરિપૂર્ણ
થાય છે.
(૨)
સ્ફટિક
ગણેશ : આ મૂર્તિ
સ્ફટિકમાંથી
બનાવાય
છે.
સ્ફટિક
એક
સ્વયંસિદ્ધ
રત્ન છે.
આવી
મૂર્તિની
પૂજા
કરવાથી
ધનના
અવ્યય
અને
વિઘ્નો
થકી
રક્ષણ
અને
જીવિકા
તથા
વ્યવસાયમાં
બરક્ત
રહે છે.
સ્ફટિકથી
બનાવેલ
ગણેશ
લોકેટમાં
ધારણ
કરવાથી
માનસિક
શાંતિ
મળે છે.
(૩) ગણેશ
રુદ્રાક્ષ
: આ રુદ્રાક્ષ
ગણેશજીની
આકૃતિ
જેવો
હોય છે.
વિદ્યાર્થીઓને
અભ્યાસમાં
પ્રગતિ
માટે
તેને
ગળામાં
ધારણ
કરાવાયા
છે.
તેનાથી
બુદ્ધિ
તીવ્ર
બને છે
તથા
વિદ્યા
પ્રાપ્તિમાં
આવતા
અંતરાય
દૂર થાય
છે.
(૪) ગણેશ
યંત્ર :
ગણેશ
યંત્ર
ઘરમાં,
વ્યવસાય
સ્થળે,
ફેક્ટરી,
દુકાન
કે
કાર્યાલયમાં
સ્થાપિત
કરી
તેનાં
પૂજન-દર્શન
કરવાથી
વ્યવસાયમાં
આવતા
અંતરાયો
દૂર થાય
છે.
જીવનમાં
ઉન્નતિ,
લાભના
અવસરો
મળે છે.
(૫) ગણેશ
શંખ :
ગણેશ
શંખ ઘર,
વ્યવસાય,
કાર્યાલય
વગેરે
સ્થળે
સ્થાપિત
કરી
તેના
નિત્ય
દર્શન-પૂજનથી
ગણેશજીની
કૃપા
મળે છે.
કાર્યોમાં
આવતા
અંતરાય
દૂર થાય
છે અને
પારિવારિક
શાંતિ
સ્થપાઈ
રહે છે.
(૬)
હરિદ્રા
ગણપતિ : હરિદ્રાના
મૂળમાંથી
બનાવાયેલ
ગણેશ
મંગળના
પ્રતીક
સમાન છે.
જેને
વિવાદ
વગેરેમાં
વિલંબ
થતો હોય
તે આ
ગણપતિનું
પૂજન
કરે તો
તેની
તકલીફ
દૂર થાય
છે. વળી
તેને
લોકેટરૂપે
પણ ધારણ
કરી
શકાય છે.
ઉપરાંત
તેને
ઘરમાં
રાખવાથી
દરેક
પ્રકારે
કલ્યાણ
સંભવે
છે.
(૭) પારદ
ગણેશ : પારદ
ધાતુમાંથી
બનાવાયેલ
ગણપતિની
પૂજા
કરવાથી
શુભ
ફળની
પ્રાપ્તિ
થાય છે.
તેની
પૂજાથી
આજીવિકા
અને
વ્યવસાયમાં
સ્થાયિત્ય
બની
રહે છે.
વ્યક્તિનું
ચિત્ત
સ્થિર
રહે છે
અને
તેને
સફળતા
મળે છે.
(૮) સન
સિતારા
ગણેશ : સન
સિતારા
રત્નમાં
મનમોહક
ચમક હોય
છે. તે
તેને
અન્ય
રત્નોથી
અલગ
પાડે છે.
તે
સિદ્ધપ્રદ
હોય છે
તે ઘર કે
વ્યવસાય
ક્ષેત્રમાં
રાખતાં
ધન, યશ
અને
કીર્તિ
મળે છે.
કાર્યક્ષેત્રનો
વિસ્તાર
થાય છે.
(૯) મૂંગા
ગણેશ : જો નોકરી
કે
ધંધામાં
શત્રુ
અંતરાયો
નાંખતા
હોય તો આ
ગણેશની
પૂજા
કરવી
જોઈએ.
વળી તે
ગળામાં
ધારણ પણ
કરી
શકાય છે.
તેના
થકી
અંતરાયો
શમી જાય
છે અને
ઉન્નતિનાં
દ્વાર
ખોલાય
છે.
સંક્ષિપ્ત
પૂજનવિધિ
: ઉપર દર્શાવેલ સામગ્રીને સર્વપ્રથમ ગંગાજળ અથવા શુદ્ધ તાજા જળ વડે અભિષિક્ત કરી, સ્થાપિત કરી, ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ વડે વારંવાર પૂજન કરવું અને ‘ઓમ ગં ગણપતયે નમ:’ મંત્રના ૧૦૮ વખત નિત્ય જાપ કરવાથી મનોવાંછિત ફળની શીઘ્ર પ્રાપ્તિ થાય છે. |