Make Sandesh your homepage!
Guruji 
English Sandesh Web
14 May, Wed, 2008
 CROSSWORD
 SUDOKU
 HOROSCOPES
 
 
Home / Weekly Astrology
તા.   ૧૦-૦૫-૨૦૦૮   થી    તા. ૧૬-૦૫-૨૦૦૮     સુધી.

મેષ (અ.લ.ઈ.)
માનસિક આનંદ ઉત્સાહ અને આશાનો અનુભવ થતો જણાય. આપની કોઇ ચિંતા યા મૂંઝવણ હશે તો તેના ઊકેલની દિશા મળે. નાણાકીય સંજોગો ધીમે ધીમે બદલાઇને સુધરતા જણાશે. આવક અંગેના પ્રયત્નો વધારીને સફળતા મેળવી શકો. નોકરીયાત વર્ગને પ્રતિકૂળતા અને ટેન્શનના સંજોગો દૂર થાય અને રાહતનો શ્વાસ લેવા માટે વેપાર-ધંધાની બાબતો અંગે ઇચ્છિત સહાય મળતી લાગે. જમીન-મકાનને લગતાં કામકાજોમાં આગળ વધવા અગત્યની વાતચીત માટે મુલાકાત થઇ શકે. કૌટુંબિક-સામાજિક -લગ્ન વૈવાહિક સ્વજન યા સંતાન બાબત સમય ઠીકઠીક સમજવો.


વૃષભ (બ.વ.ઉ.)
આપની અંતઃકરણની ઉદાસીનતા કે વેદના-વ્યથાને દૂર કરવાના પ્રયાસો ફળદાયી બનતા જણાય. આર્િથક પ્રશ્નો ગૂંચવાય નહિ તે ખાસ જોજો. ઉધાર-આપવા-લેવામાં પણ સજાગતા જરૃરી! ખોટા ખર્ચ રોકવા-સલાહ નોકરિયાત વર્ગને તેમના કામકાજની સફળતાનો આનંદ જરૃર મળતો જણાય. વેપાર-ધંધામાં ધીમે ધીમે પ્રગતિકારક સંજોગ યા તકો આવતી લાગે. જમીન-મકાન-વાહન અંગે વધુ પડતા ખર્ચ ન થાય તે જોવું. કૌટુંબિક-સામાજિક-લગ્ન વૈવાહિક સ્વજન સંતાન અંગેનું કોઇ ટેન્શન હશે તો તેનો હલ મળી આવે.


મિથુન (ક.છ.ઘ.)
આપની મનોકામનાઓ અંગે આપ આશાવાદી અને ઉત્સાહિત થઇ શકશો. મુશ્કેલીઓ હળવી બનતી જણાય. નાણાભીડ યા કોઇ આર્િથક પ્રશ્નોની ચિંતા હશે તો તેનું નિવારણ મેળવી આપ રાહત અનુભવી શકશો. જમીન-મકાન-વાહનો કોઇ તકલીફ અંતરાય દૂર થતાં જણાય નોકરિયાત વર્ગને કોઇ સમસ્યા હશે તો તે દૂર થતી જણાય. વેપાર-ધંધામાં લાભદાયી તક સર્જાતી જોવા મળે. કૌટુંબિક-સામાજિક-લગ્ન-વૈવાહિક સ્વજન સંતાન બાબતો ગૂંચવાતી જણાશે.


કર્ક (ડ.હ.)
આપના મનને તણાવમુક્ત અને ચિંતામુક્ત રાખવા કાર્યશીલ ક્ષમાશીલ બની જવું પડે. નાણાભીડ માંથી બહાર આવવાનો કોઇ માર્ગ ખૂલતો જણાય. ખર્ચ વ્યય વધવા ન દેશો. ઉઘરાણી પર ધ્યાન આપવું. નોકરિયાત વર્ગને સાનુકુળ તક મળે. કાર્યસફળતા અને પ્રગતિની તક સર્જાય. જમીન-મકાન-વાહનનાં કામકાજો ગૂંચવાય નહિ તે ખાસ જોજો. કૌટુંબિક-સામાજિક લગ્ન વૈવાહિક સ્વજન-સંતાન બાબત અંતરાય જણાય.


સિંહ (મ.ટ.)
આપની માનસિક મૂંઝવણો હોય કે, કોઇ ખોટું ટેન્શન આપ વધુ પ્રયત્નો સૂઝ-બૂઝથી દૂર કરી શકશો. નાણાભીડ વધતી જણાય. લેણદેણના સંબંધો સાચવવા મુશ્કેલ બને. આશા ઉમીદ પર પાસ ફરી વળતું લાગે. નોકરિયાત વર્ગને કામકાજ કે સફળતા છતાં લાભ-જશ અટકતો જણાય! વેપાર-ધંધામાં પ્રગતિકારક સંજોગ સર્જતા જણાય. જમીન-મકાન વાહનની બાબતો પર વધુ ધ્યાન અને સજાગતા જરૃરી માનજો. કૌટુંબિક સામાજિક-લગ્ન વૈવાહિક સ્વજન સંતાન અંગેની સમસ્યાનો ઉકેલ દેખાય.


કન્યા (પ.ઠ.ણ.)
આપની મનની મુરાદોને બદલાવવા યા સ્વસ્થતા પ્રાપ્ત કરવા કે અકારણ રહેલી ચિંતા અશાંતિ દૂર કરવા આધ્યાત્મિક ઉપાય જરૃરી જણાય. નાણાભીડના ઊકેલ માટેના પ્રયત્નો વધારવા પડે. કોઇની સહાય ઉપયોગી જણાય. ખર્ચ અટકાવવો. નોકરિયાત વર્ગને બોજો વધતો લાગે. મનદુઃખ મતભેદનો પ્રસંગ વેપાર-ધંધામાં પરિસ્થિતિ વિકટ બનતી જણાય. જમીન-મકાન-વાહનના સંજોગો મુશ્કેલીભર્યા જણાય. કૌટુંબિક સામાજિક-લગ્ન વૈવાહિક સ્વજન-સંતાનના નિર્ણયો સફળ જણાય.


તુલા (ર.ત.)
મનોવ્યથા અને વિષાદના સંજોગો જણાય. પરંતુ આપના સકારાત્મક વિચારોથી તેમાંથી બહાર આવી શકશો. આર્િથક પ્રશ્નોનો સામનો કરવો પડે. આવક સાથે જાવક પલ્લું નમી ન જાય તે જોજો. નોકરિયાલ વર્ગને સાનુકૂળ તક અને કાર્યસફળતા જણાય. વેપાર-ધંધાનાં કામકાજોને આગળ ધપાવી શકશો. જમીન-મકાન-વાહનની ચિંતા મુશ્કેલી દૂર કરી શકશો. કૌટુંબિક-સામાજિક-લગ્ન વૈવાહિક સ્વજન-સંતાન અંગે વધુ પ્રયાસો કામ થતાં લાગે.


વૃશ્ચિક (ન.ય.)
માનસિક પરિસ્થિતિ અસમતોલ અને તણાવયુક્ત બનતી જણાય. સંજોગો સામે સંઘર્ષોનો અનુભવ થતા લોકો નાણાભીડ તીવ્ર બનતી લાગે. આવક ધાર્યા કરતા ઓછી જણાય. લેણદેણના પાસા-સરખા રાખીને નોકરિયાત વર્ગને વધુ પ્રયત્ને અલ્પ ફળ મળતું જણાય. પ્રગતિ રુંધાતી લાગે. વેપાર-ધંધામાં હજી લાભ અટકતો જણાશે. જમીન-મકાન- વાહનના કામકાજો અંગે વિલંબ વધતો જણાય. કૌટુંબિક-સામાજિક લગ્ન-વૈવાહિક સ્વજનો સંતાન બાબતે સાનુકૂળ પ્રસંગ તક. આરોગ્યની કાળજી હિતાવહ બને.


ધન (ભ.ધ.ફ.ઢ.)
માનસિક અંજપાની લાગણી અનુભવાશે. આપની ધીરજ ખૂટતી લાગશે. સ્વસ્થતા ટકાવવી મુશ્કેલ બને. શંકા-કુશંકાથી તણાવ વધતા લાગે. નાણાકીય પ્રતિકૂળતાનો સામનો કરી રહ્યા હો તો આપના પ્રયત્નો અને કાર્ય સહાય કરી ઉકેલી શકશો. નોકરિયાત વર્ગને કાર્યબોજ જવાબદારી જણાયા. ફળ વિલંબિત બને. વેપાર-ધંધા વ્યવસાયમાં અંતરાયો અને વ્યય નુકસાનથી સંભાળવું પડે. જમીન-મકાન-વાહનના પ્રશ્નો હલ થતાં જણાય. કૌટુંબિક-સામાજિક-લગ્ન વૈવાહિક સ્વજન સંતાનના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય.


મકર (ખ.જ.)
આપની મનોવ્યથા બેચેની કે તંગદિલીના સંજોગો ધીમે ધીમે દૂર થતા આશા-ઉત્સાહના સંજોગ સર્જાય. નાણાભીડમાંથી બહાર આવવાની તક યા આવક લોનની આશા ફળે. નોકરીયાત વર્ગને કાર્યસફળતા મળે. પ્રગતિકારક સંજોગ વેપાર-ધંધા વ્યવસાયમાં આગળ વધવાની તકો સર્જાય. જમીન-મકાન વાહનની બાબતો પર વધુ સજાગતાથી ધ્યાન આપજો. કૌટુંબિક-સામાજિક-લગ્ન-વૈવાહિક સ્વજન-સંતાન અંગે પ્રતિકૂળતા દૂર થાય.


કુંભ (ગ.શ.સ.)
માનસિક અશાંતિના અજંપાનો અનુભવ થતો જણાય. સકારાત્મક ર્ધાિમક વિચારોથી રાહત મળતી લાગે. નાણાભીડ હશે તો દૂર થતી જોઇ શકશો. આવકવૃદ્ધિના પ્રયત્નો વધારીને ફળ મેળવી શકશો. નોકરિયાત વર્ગને સંજોગો મહેનત માગી લેતા લાગે. ફળ દૂર જતું જણાય. વેપાર-ધંધામાં લાભની આશા હજી વિલંબિત થતી જણાય. જમીન-મકાન-વાહનને લગતા કામકાજો પર વધુ ધ્યાન આપવું પડે. કૌટુંબિક સામાજિક લગ્ન વૈવાહિક સ્વજન સંતાન બાબત કોઇ ચિંતા હળવી બને.


મીન (દ.ચ.ઝ.)
આપના માનસિક ટેન્શન દૂર કરવાનો માર્ગ મળી આવે. આધ્યાત્મિક વલણ ઉપયોગી બને. હકારાત્મક સમાધાનકારી રહેવું નાણાકીય રીતે પરિસ્થિતિ બગડી હશે તો તેને સુધારવાના પ્રયત્નો લાંબાગાળે ફળદાયી જણાય. નોકરિયાત વર્ગને મુશ્કેલી હશે તો તેમાંથી રસ્તો જડે. ઉપરીનો સહકાર મળે. વેપાર-ધંધામાં લાભની આશા જણાય. જમીન-મકાન-વાહનની મુશ્કેલીનો અનુભવ થતો જણાય. કૌટુંબિક-સામાજિક લગ્ન વૈવાહિક સ્વજન-સંતાનના પ્રશ્નો અંગે ટેન્શન દૂર થાય.


 
 
 
  For comments and feedback send Email
Sandesh Bhavan, Lad Society Road, Vastrapur,
Ahmedabad-380 054. [Gujarat] INDIA.
Email : sandesh@sandesh.com
Phone: +91-79-40004000
Fax: +91-79-40004158
Email : investorsgrievance@sandesh.com
 
  Site best viewed in I.E 6 or + with 1024 x 768 Resolution
© Reproduction in whole or in part without written permission is prohibited.