- મહામારી પૂર્વે હોટલનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું
- પતંગ ભારતની પ્રથમ પ્રોજેક્ટર મેપિગ હોટલ
- ગાર્ડન રેસ્ટોરન્ટ અને ટેરેસ રેસ્ટોરન્ટે જમાવ્યું આકર્ષણ
અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ઓળખ પામ્યું છે. જ્યારે અમદાવાદની ઓળખ છે પતંગ હોટલ. સાબરમતીનાં કિનારે જોવા મળતી ઈમારતોમાં એક વર્તુળાકાર ઈમારત સૌ કોઈનું વિશેષ ધ્યાન ખેંચે છે. આ હોટલ આર્કિટેક્ચરનો એક ઉત્તમ નમૂનો છે. ઘણાં સમયથી બંધ પડેલી પતંગ હોટલ હવે નવા રંગરૂપમાં સામે આવી છે. આ હોટલનું ઉદ્દઘાટન પ્રસિદ્ધ બોલીવુજ એક્ટર સુનીલ શેટ્ટીનાં હસ્તે કરવામાં આવ્યું છે.
સુનિલ શેટ્ટીના હસ્તે ઉદ્દઘાટન
પતંગ હોટલનું રિનોવેશન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યુ હતું. આ કાર્ય પૂર્ણ થયા બાદ આજે તેને ફરીથી શરૂ કરવામાં આવી છે. બોલિવુડ એક્ટર સુનિલ શેટ્ટીના હસ્તે નવી પતંગ હોટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ હોટલમાં ગાર્ડન રેસ્ટોરન્ટ અને ટેરેસ રેસ્ટોરન્ટ આકર્ષણ જમાવી રહી છે
4 વર્ષ રિનોવેશન કામ ચાલ્યું
અમદાવાદની શાન અને ઓળખ ગણાતી પતંગ હોટલ 4 વર્ષના વિરામ બાદ ફરીથી શરૂ કરવામાં આવી છે. કોરોના અગાઉ રિનોવેશન માટે હોટલ બંધ કરાઈ હતી. હવે આ હોટલ નવા અંદાજમાં ખુલ્લી મુકવામાં આવી છે. પતંગ હોટલ ભારતની પ્રથમ પ્રોજેક્ટર મેપિગ હોટલ છે. જે પ્રમાણે દુબઈમાં બુર્જ ખલીફા પર અલગ અલગ દૃશ્યો જોવા મળે છે, તે પ્રકારના દૃશ્યો હવે પતંગ હોટલ પર પણ જોવા મળશે. આ ઉપરાંત હોટલમાં અનેક આકર્ષક ફેરફારો કરવામાં આવ્યાં છે.
બે ઐતિહાસિક ઘટના
આ વિશે ધર્મદેવ ગ્રૂપના ઉમંગ ઠક્કરે જણાવ્યું હતું કે ''1983 માં જ્યારે ભારત વર્લ્ડકપ જીત્યુ હતું ત્યારે પતંગ હોટલનું નિર્માણ થયુ હતું. ભારતના પ્રથમ માસ્ટર શેફ અજય ચોપડાના માર્ગદર્શનમાં તમામ ક્યુઝીન તથા મેનુ અમદાવાદના રસિકો માટે પિરસવામાં આવશે.









