• વિધર્મી યુવાનનો બાળા સાથે બળજબરીનો પ્રયાસ

  • બિભત્સ માગણીઓ કરી ધાકધમકી પણ આપી
  • પોક્સો સહિતની IPC કલમો લગાડી પોલીસે ગુનો નોંધ્યો

પ્રખ્યાત યાત્રાધામ દ્વારકાની પાસે આવેલા ખંભાળિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વિધર્મી યુવાન દ્વારા 12 વર્ષીય હિન્દુ સગીરાનો પીછો કરી તેને સતત હેરાન પરેશાન કરી તાબે થવા માટે દબાણ કરવામાં આવ્યું છે. સગીરા તાબે ન થતાં તેના પર જાહેરમાં હુમલો કરી તેની પાસે બિભત્સ માગણી કરી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.

આ ઘટનાની માહિતી પ્રમાણે ગરીબ હિંદુ પરિવારની દીકરી એવી 12 વર્ષીય બાળા પર એક વિધર્મી યુવાન જેનું નામ અહેમદ ઈકબાલ બુખારી છે તેની નજર બગડી હતી. આ વિધર્મીએ હિન્દુ સગીરાને પોતાની પાસે બોલાવી તેની સાથે વાતચીત કરવા માટે ધાકધમકી કરી અને સગીરા પાસેથી અશ્લીલ માગણીઓ કરી હતી. આ પછી પણ સગીરા તાબે ન થતા તેણે આ બાળા પર સરાજાહેર હુમલો કરીને તેને હેરાન પરેશાન કરી મૂકી હતી.

આ ઘટનાની વધુ વિગતો એવી છે કે વિધર્મી યુવાન અહેમદ ઈકબાલ બુખારી એક મોટા અને વગ ધરાવતા પારિવારિક બેકગ્રાઉન્ડથી આવતો હોવાની જાણકારી સૂત્રોએ આપી હતી. આ યુવાને એક ગરીબ હિન્દુ સગીરાને પોતાને તાબે થવા માટે અનેક રીતે તેના પર દબાણ કર્યું હતું. 12 વર્ષીય બાળાને ધાકધમકી આપી હતી, વારંવાર તેનો જાહેરમાં પીછો કર્યો અને અશ્લીલ માગણીઓ કરી તેમ છતાં આ સગીરા તેને તાબે ન થતાં આખરે તેના પર ભરબજારે જાહેરમાં હુમલો કર્યો હતો. આખરે આ મામલે કંટાળી હારીને સગીરાના ગરીબ પરિવારે પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા હતા. પોલીસ સ્ટેશનની માનવીય કામગીરીના લીધે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

સૂત્રોની માહિતી પ્રમાણે આ મામલે એક વધુ ચોંકાવનારી વિગતો એવી છે કે વિધર્મી યુવાનને બચાવવા માટે તેના વગદાર બેકગ્રાઉન્ડમાંથી અનેક ભલામણોના ફોન મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં રણક્યા હતા પરંતુ પોલીસ સ્ટાફે મક્કમ રહીને આ મામલે પીડિત સગીરા અને તેના ગરીબ પરિવારને ન્યાય મળે તેવી કામગીરીનું સુંદર ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. આ ફરિયાદ નોંધાયાની ગણતરીના કલાકોમાં જ પોક્સો અને IPC ની વિવિધ કલમો નોંધીને વિધર્મીની અટકાયત કરી ફરિયાદ નોંધાઈ છે અને તપાસ વિગતે હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: