- બાંગ્લાદેશની યુવતી સાથે નિકાહ કરવા યુવકે ધર્મ પરિવર્તન કર્યું
- યુવક ઝાકીર નાઇકના વીડિયો જોતો હોવાનો પિતાનો દાવો
- યુવક પાંચ ટાઇમ નમાજ પઢતો હોવાનું પિતાએ જણાવ્યું
રાજકોટના જેતપુરમાં હિન્દુ યુવકે ધર્મ પરિવર્તન કર્યો છે. જેમાં બાંગ્લાદેશની યુવતી સાથે નિકાહ કરવા યુવકે ધર્મ પરિવર્તન કર્યું છે. યુવક ઝાકીર નાઇકના વીડિયો જોતો હોવાનો પિતાનો દાવો છે. તથા યુવક નમાજ પઢતો હોવાનો પિતાએ ખુલાસો કર્યો છે.
બે મુસ્લીમ યુવકો ખનતા કરાવવા હોસ્પિટલ આવ્યાનો પરિવારજનોએ જણાવ્યું
યુવક ખતના કરાવવા જેતુપર હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જેમાં બે મુસ્લીમ યુવકો ખનતા કરાવવા હોસ્પિટલ આવ્યાનો પરિવારજનોએ જણાવ્યું છે. તેમાં યુવકનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું હોવાનો પરિવારનો દાવો છે. તેમાં સમગ્ર મામલો હાલ જેતપુર સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. રાજકોટનો હિન્દુ યુવક આશિષ ગૌસ્વામી પોતાનો ધર્મ પરિવર્તન કરીને અલસમી મોહમ્મદ શેખ બની ગયો છે. આ યુવક જ્યારે જેતપુરની સરકારી હોસ્પિટલમાં સુન્નત કરાવવા માટે પહોંચ્યો ત્યારે તેના પરિવાર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. યુવકના પરિવારને ખબર જ નહોતી કે તે આવું પગલું ભરી લેશે. આ યુવકે મુસ્લિમ ધર્મ કઈ રીતે અપનાવ્યો તેની પાછળ મોટા ખુલાસા થઈ રહ્યા છે. ધર્મ પરિવર્તન કરનાર યુવકને સમજાવવા માટે હિન્દુ સંગઠનના લોકો પણ પહોંચ્યા હતા.
ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક બાંગ્લાદેશની યવતીના સંપર્કમાં આવ્યો
જેતપુરમાં બનેલી ઘટનામાં ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક બાંગ્લાદેશની યવતીના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ યુટ્યુબ અને વેબસાઈટના માધ્યમથી તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. આશિષ ગૌસ્વામી નામના યુવકે 6 મહિના પહેલા ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. યુવકે પોતાનું નામ પણ બદલી લીધું હતું. યુવક પાંચ વખતનો નમાજી બની ગયો છે અને તેને પૂર્ણ મુસ્લિમ બનવા માટે ખતના કરાવવું હોય એટલે સરકારી હોસ્પિટલ ઓપરેશન માટે આવ્યો હતો. ખતના કરાવવામાં મદદ માટે બે મુસ્લિમ યુવકો પણ યુવક સાથે હોસ્પિટલ આવ્યા હતા. યુવકે હોસ્પિટલમાં કેસ પેપરમાં પોતાનું નામ શેખ મહંમદ અલસમી નોંધાવેલ હતુ. યુવકના પિતાએ પોતાનો પુત્ર મુસ્લિમ ધર્મ અંગીકાર કરે તે કોઈ કાળે પસંદ ન હોવાનું જણાવેલ છે. ત્યારે ધર્મ પરિવર્તનનો આખો મામલો હાલ સીટી પોલીસમાં પહોંચ્યો છે.