• કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પણ હનુમાનજીની મૂર્તિ મુકાઈ
  • હનુમાનજી સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતી મૂર્તિ
  • પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે મૂર્તિ મુકવામાં આવી

બોટાદમાં હનુમાનજીની મૂર્તિને લઈ વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પણ હનુમાનજીની મૂર્તિ મુકાઈ છે. હનુમાનજી સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતી મૂર્તિથી વિવાદ ઉભો થયો છે.

પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે મૂર્તિ મુકવામાં આવી છે

[[$googlead]]

પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે મૂર્તિ મુકવામાં આવી છે. સાળંગપુર બાદ વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીની મૂર્તિને લઈ વિવાદ શરૂ થયો છે. તેમાં કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પણ હનુમાનજીની મૂર્તિ મુકાઈ છે. જે મૂર્તિમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવા બેનર સાથેના એંગલમાં મૂર્તિ મુકાઈ છે.

[[$alsoread]]

સ્વામિનારાયણ મંદિર પણ વડતાલ તાબા હેઠળ આવતું સ્વામિનારાયણ મંદિર છે

સાળંગપુર બાદ કુંડળ ખાતે પણ હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદર કરતા દર્શાવવામાં આવ્યા છે. કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલ બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મૂકવામાં આવી છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર તેમજ કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિર પણ વડતાલ તાબા હેઠળ આવતું સ્વામિનારાયણ મંદિર છે. 

  • Follow us on: