• કેનાલની સફાઇના અભાવે અને લીકેજ થવાના કારણે ખેતરોમાં પાણી ઘૂસ્યા

  • ઓવરફ્લો બંધ કરાવ્યું છે રસ્તાના પાણીના નિકાલની વ્યવસ્થા નર્મદા વિભાગ કરાવે
  • ભરાતા ખેડૂતો અને રહીશોને ભારે મુશ્કેલી પડતી હોવાથી કેનાલ રીપેરીંગની માંગ ઉઠી

ધ્રાંગધ્રા તાલુકાના સરવાળ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી ઓવરફલો થતા મેથાણના રસ્તા ઉપર અને આજુબાજુના ખેતરોમાં ભરાતા ખેડૂતો અને રહીશોને ભારે મુશ્કેલી પડતી હોવાથી કેનાલ રીપેરીંગની માંગ ઉઠી છે.

નર્મદા કેનાલ સમયસર સફાઇ ન થતી હોવાની અને કેનાલમાંથી પાણી લીકેજ થઇને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ પાકને નુકસાન થવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામથી સરવાળ થઇને અખીયાણા સુધી જતી ડી-7 નર્મદા કેનાલમાં પણ સમયસર કેનાલ સફાઇ ન થતી હોવાથી અને લીકેજ કેનાલ રીપેરીંગ નહી કરવાના કારણે કેનાલમાંથી વારંવાર પાણી ઉભરાઇને રોડ પર આજુબાજુના ખેતરોમાં ભરાય છે. હાલ કેનાલના પાણી સરવાળ થી મેથાણ રોડ ઉપરથી નર્મદા કેનાલ પસાર થતી હોય એમ પાણી રસ્તામાં ભરાયા છે અને સાથે કેનાલની આજુબાજુના ખેતરોના ઉભા પાકમાં પણ કેનાલના પાણી ફરી વળ્યા છે.કેનાલના પાણી રસ્તામાં ભરાવાના કારણે આજુબાજુના રહીશો અને ખેડૂતોને ભારે મુશ્કેલી અને નુકસાન થતુ હોવાથી કલેકટર અને ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર દ્વારા આ વિસ્તારના ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ આવે એવી સરવાળ ગામના ધનજીભાઇપટેલ, વિનોદભાઇ પટેલ અને ભગવાનભાઇ પટેલ સહિતના ખેડૂતોની માંગ ઉઠી છે.


  • Follow us on: