- મુક્તેશ્વર ડેમમાંથી 50 ક્યૂસેક પાણી છોડાયું
- ચીમનાબાઈ સરોવરનું નિર્માણ 1905માં પૂર્ણ થયું હતું
- ચીમનાબાઈ સરોવરમાં નીર ભરવા ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું
ખેરાળુ નજીકનો મુક્તેશ્વર ડેમ જળસમૃધ્ધ બનતાં જળાશયમાંથી ખેરાળુ તાલુકાના કાદરપુર નજીક આવેલું ચીમનાબાઈ સરોવર જળસમૃધ્ધ બન્યું છે. આ ઉપરાંત, ડભોડા ફીડર અને કુડા ફીડરમાંથી ચીમનાબાઈ સરોવરમાં 100 ક્યૂસેક પાણી ઉમેરાઈ રહ્યું છે. અંદાજે 1600 એકરમાં ફેલાયેલા આ ગાયકવાડી સમયના ચીમનાબાઈ સરોવરને જળસમૃધ્ધ કરવા માટે ખેરાળુ પંથકના ખેડૂતોએ આંદોલન પણ છેડયું હતું. હવે, ચીમનાબાઈ સરોવરમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતો અને પશુપાલકોમાં હાશકારાની લાગણી ફેલાઈ છે. આ જ પ્રમાણે ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતા ધરોઈ ડેમમાં પાણીની સપાટી 621 ફુટને વટાવી ગઈ છે. એક તબક્કે ઉપરવાસમાંથી આવક થતાં, સપાટી 622 ફૂટની નજીક પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે ડેમના છ દરવાજા ખોલાયા હતા.
ચીમનાબાઈ સરોવરનું નિર્માણ 1905માં પૂર્ણ થયું હતું










