- કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી વિવાદિત મૂર્તિ હટાવાઈ
- નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર
- નિલકંઠ વર્ણી સામે મુકાયેલી હનુમાનજીની મૂર્તિ હટાવાઈ
કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી વિવાદિત મૂર્તિ હટાવાઈ છે. જેમાં વિવાદિત ભીંતચિત્રો બાદ વિવાદાસ્પદ મૂર્તિ હટાવાઈ છે. નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર છે. તેમજ નિલકંઠ વર્ણી સામે મુકાયેલી હનુમાનજીની મૂર્તિ હટાવાઈ છે.
કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ
કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ છે. જેમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામ ખાતે કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવા બેનર સાથેની હનુમાનજીની મૂર્તિ હતી. આજ રોજ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા ભીંતચિત્રો હટાવવામાં આવ્યા ત્યારબાદ કુંડળ મંદિર દ્વારા પણ વિવાદાસ્પદ મૂર્તિ હટાવી દેવાઇ છે. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર છે. જેમાં સામે રાખેલ હનુમાનજીની મૂર્તિ હટાવાઈ છે.
સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આખરે અંત આવ્યો
સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આખરે અંત આવ્યો છે. ગઈકાલે સરકાર સાથેની બેઠકમાં નિર્ણય બાદ રાતોરાત વિવાદિત ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરમાં મધરાતે પડદા ઢાંકી વિવાદિત ભીંતચિત્રો દૂર કરવા આખી રાત કામગીરી ચાલી હતી. રાત્રે કષ્ટભંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. ઘોર અંધારમાં મીડિયાને દૂર રાખી વિવાદિત ચિત્રો દૂર કરવા વડતાલ ગાંદીના મહંતોએ કામગીરી કરી હતી. બોટાદ સહિત બહારના જિલ્લાની પોલીસ ખડકી દઈ મીડિયાને આ વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાનું કવરેજ કરવાથી રોકવામાં આવ્યું હતું.









