• સૂત્રાપાડાના હરણાસાના યુવક સાથે બની ઘટના
  • વિધર્મી યુવતીએ હિદું હોવાના ખોટા ડોકયુમેન્ટ બનાવ્યા
  • સુત્રાપાડા, જૂનાગઢ અને રાજકોટથી આરોપીઓ પકડાયા

ગીરસોમનાથ જિલ્લાના હરણાસાના ગામે અજબ ઘટના બની હતી,જેમાં વિધર્મી યુવતીએ ખોટા ડોકયુમેન્ટના આધારે હિંદું યુવકને ફસાવી લગ્ન કર્યા,તો લગ્નના 12 દિવસ બાદ યુવતી મોબાઈલ અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગઈ હતી,બીજી તરફ યુવકે સૂત્રાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી,ગીર સોમનાથ LCB પોલીસે આરોપીઓની અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરી હતી.

લૂંટેરી દુલ્હન ઝડપાઈ

ગીરસોમનાથ જિલ્લાના હરણાસાના ગામના યુવકે લગ્ન તો કર્યા,પણ યુવક સાથે જયારે એવી ઘટના બની ત્યારે તેના પગ જમીન પરથી સરકી ગયા,લગ્નનના 12 દિવસ બાદ યુવકને ખબર પડી કે વિધર્મી છોકરીએ તેને જાળમાં ફસાવી લગ્ન કર્યા છે.યુવતીએ બોગસ આધારકાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટીના આધારે ખોટા ડોકયુમેન્ટ બનાવી યુવક સાથે લગ્ન કર્યા,લગ્નના થોડાક દિવસ બાદ યુવક રૂમમાં હતો તે સમયે યુવતીએ યુવક પાસે રહેલો ફોન અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગઈ હતી,તો બીજી તરફ યુવકે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.


દલાલો પણ ઝડપાયા

સમગ્ર ઘટનામાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે,જેમાં 2 દલાલ અને અન્ય 5 બીજા આરોપીઓ છે,સૂત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ગીર સોમનાથ LCBએ તપાસ હાથધરી હતી તો આરોપીઓ સૂત્રાપાડા, જુનાગઢ અને રાજકોટથી ઝડપાયા છે,મહત્વની વાત તો એ છે કે પોલીસે હાલ તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથધરી છે,યુવતીએ અગાઉ પણ આજ રીતે અન્ય કોઈ યુવકને ભોગ નથી બનાવ્યો ને તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.