- યુવતીને સાપુતારા લઈ જઈ દુષ્કર્મ કર્યું
- 15 દિવસ બાદ યુવતીને વિધર્મી હોવાની જાણ થઈ
- હિન્દૂ સંગઠન દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ
રાજ્યમાં ફરી લવ જેહાદની ઘટના સામે આવી છે. જેમાં સુરતના પુણા વિસ્તારમાં લવ જેહાદની ઘટના બની છે. અહીં નામ બદલીને વિધર્મી યુવકે એક યુવતીને ફસાવી હતી. ત્યારબાદ તેને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં 15 દિવસ બાદ યુવતીને સમગ્ર વિગતો સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, આ યુવક સુરતમાં દુકાન ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યાં ઓઝેર આલમ નામના વ્યક્તિએ પોતાનું નામ બદલીને અર્જુન સિંહ જણાવ્યું હતું. તેણે પોતાનું નામ બદલીને એક યુવતીને ફસાવી હતી. ત્યારબાદ આ યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. યુવક દ્વારા યુવતીને સાપુતારા પણ લઈ જવામાં આવી હતી. પરંતુ 15 દિવસ બાદ યુવકનો ભાંડો ભૂટી ગયો અને યુવતીને સમગ્ર વાતની જાણ થઈ હતી.
આ ઘટનાની જાણ છતાં હિન્દૂ સંગઠનના લોકો પણ પહોંચ્યા હતા. હવે આ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ યુવક મૂળ બિહારના ચંપારણ જિલ્લાનો છે. તે સુરતમાં કપડાની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે ભોગ બનેલી યુવતીએ કહ્યું કે, આ યુવકે મને અર્જુન સિંહ નામ જણાવી મારી સાથે સંપર્ક કર્યો હતો. યુવતીએ કહ્યું કે હું તેની સાથે આઠ મહિનાથી સંપર્કમાં છું અને તે મને દરેક સમયે અર્જુન સિંહ નામ જણાવતો હતો. યુવતીએ કહ્યું કે અમે લગભગ 15 દિવસ પહેલા સાપુતારા ગયા હતા. યુવતીએ કહ્યું કે તેણે નામ બદલીને મારી સાથે છેતરપિંડી કરી હતી. હવે આ મામલામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાની જાણ છતાં હિન્દૂ સંગઠનના લોકો પણ યુવકની દુકાને પહોંચ્યા હતા.
