• છરી સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકતા શખ્સોની શહેર પોલીસે લાલ આંખ કરી
  • વીડિયોમાં સીન સપાટા તો માઈ કાંગલા નાંખે હો બાકી મિયાણા તો ઘોદાજ મારેનો સંવાદ પણ
  • પોલીસે વીડિયોમાં દેખાતા નવ શખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી

સુરેન્દ્રનગર શહેરના રીવરફ્રન્ટ ઉપર ખુલ્લામાં બાઇક ઉપર બેસી છરી બતાવી વીડિયો બનાવી ઇન્સ્ટામાં મુકી વાયરલ કરતાની સાથે જ એ. ડીવીઝન પોલીસે વીડિયોમાં દેખાતા નવ શખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સાંપ્રત સમયમાં યુવાનોને જોખમી સ્ટંન્ટ કરી, છરી સહિતના હથિયારો રાખી વીડિયો બનાવી રીલ બનાવી કે સોશિયલ મીડિયામાં મુકવાનો ક્રેઝ વધતો જાય છે. જેમાં અમુક સમયે ભાન ભુલી જતા હોવાથી ધમકીભર્યા શબ્દોનો પણ ઉપયોગ કરી નાખતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના રીવરફ્રન્ટ ઉપર યુવાનો જાહેરમાં બાઇક ઉપર બેસી છરી બતાવી મુંછ ઉપર તાવ દઇને બોલે છે કે સીન સપાટા તો માઇ કાંગલા નાંખે હો બાકી મીયાણા તો ઘોદાજ મારે એવો સંવાદ સાથેનો વીડીયો વાયરલ કર્યો હતો. આ વીડીયો એ.ડીવીઝન પીઆઇ વિજયસિંહ ચૌહાણના ધ્યાને આવતાથી સાથે જ સ્ટાફની ટીમે વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી કુલ નવ સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.