• આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ
  • લોકસભાની ચૂંટણીની કાલે તારીખ જાહેર થશે
  • બંગાળ, UP જેવા રાજ્યોમાં 6 ચરણોમાં ચૂંટણી થઇ શકે છે

લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ છે. તેમાં લોકસભાની ચૂંટણીની કાલે તારીખ જાહેર થશે. તેમજ ગુજરાતમાં એક જ તબક્કામાં ચૂંટણી થઇ શકે છે. તથા બંગાળ, UP જેવા રાજ્યોમાં 6 ચરણોમાં ચૂંટણી થઇ શકે છે.

આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીપંચની પત્રકાર પરિષદ

[[$googlead]]

આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીપંચની પત્રકાર પરિષદ છે. તેથી લોકસભાની ચૂંટણીની કાલે તારીખ જાહેર થશે. તથા ગુજરાતમાં એક જ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. ગુજરાતમાં ભાજપે 22 ઉમેદવારો જાહેર કર્યા છે. તેમજ ગુજરાત કોંગ્રેસમાં 7, ગઠબંધનના 2 ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત થશે. તથા ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી થશે. બંગાળ, UP જેવા રાજ્યોમાં 6 તબક્કાઓમાં ચૂંટણી થઇ શકે છે. ઓડિશા, આંધ્ર અને અરુણાચલની ચૂંટણી સાથે થશે.

[[$alsoread]]

18 થી 29 વર્ષની વય જૂથના 2 કરોડ નવા મતદારો મતદાનમાં જોડાયા

5 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારમાં કોઈપણ સ્વરૂપે બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. પક્ષોને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં ચૂંટણી પેનલે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોને પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ કરવા અને સૂત્રોચ્ચાર કરવા માટે પક્ષો અને ઉમેદવારો પ્રત્યે શૂન્ય સહનશીલતા વ્યક્ત કરી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ લોકો મતદાન કરી શકશે. 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો સંબંધિત વિશેષ સારાંશ સુધારણા 2024 રિપોર્ટ બહાર પાડ્યો હતો. પંચે જણાવ્યું હતું કે 18 થી 29 વર્ષની વય જૂથના 2 કરોડ નવા મતદારો મતદાનમાં જોડાયા છે. યાદી. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6%નો વધારો થયો છે. ચૂંટણી પંચે કહ્યું- 96.88 કરોડ મતદારો જે વિશ્વમાં સૌથી વધુ છે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે નોંધાયેલા છે. આ ઉપરાંત લિંગ ગુણોત્તર પણ 2023માં 940થી વધીને 2024માં 948 થયો છે.

બીજેપીએ 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે

બીજેપીએ 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે જે મામલે હાલમાં કોકડું ગૂંચવાયેલું હોવાનું સામે આવી રહ્યું છે ક્યાંય મહિલા ઉમેદવાર પસંદગી તો ક્યાંક જૂથવાદના કારણે ઉમેદવાર નક્કી નહિ થયા હોવાનું સામે આવે છે. તો હાલમાં એક સંભાવના એ પણ જોવામાં આવી રહી છે કે હાઈકમાન્ડ જૂથબંધી વચ્ચે સરપ્રાઈઝ એલિમેન્ટને ચૂંટણી મેદાને ઉતારી સૌ કોઈને ચોંકાવી શકે છે. લોકસભા ચૂંટણી સંદર્ભે બીજેપીએ ગુજરાતની 26 બેઠકો પૈકી 22 બેઠકમાં ઉમેદવાર જાહેર કરી દીધા છે જયારે 4 બેઠકો પર ઉમેદવાર પસંદગી હજી પણ બાકી છે. ત્યારે ઘણા એવા કારણો છે જેના કારણે હાઈકમાન્ડ ઉમેદવાર પસંદગી નથી થઇ શકી. મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ હજી પણ ઉમેદવાર માટે કવાયત કરી રહી છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે અનેક મુદ્દે આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે જેના કારણે મામલો ગુચવાયેલો છે.


  • Follow us on: