- મોરબીમાં હિચકારી ઘટનાથી લોકો હતપ્રભ
- વિધર્મી હવસખોર યુવાનની કાળી કરતૂત
- ધારસભ્ય કાંતિ અમૃતિયાએ પણ આપી પ્રતિક્રિયા
મોરબીમાં ઇરફાન સુમરા નામના એક વિધર્મી હવસખોર નરાધમે હિન્દુ યુવતીનું સૌપહેલા અપહરણ કર્યું હતું પછી તેને પોતાની સાથે ઉઠાવી જઈ તેને માર મારી છરીની અણીએ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી.
આ ઘટનાની માહિતી પ્રમાણે પહેલા યુવક અને યુવતી ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા, જેના પછી યુવતીના ભાઈને જાણ થતા બન્નેનો સંપર્ક તૂટ્યો હતો. જો કે આરોપીએ હિન્દુ યુવતીનો પીછો છોડ્યો નહોતો અને તેને વારંવાર હેરાન પરેશાન કરતો હતો તેમજ મળી અથવા કોલ કરી વીડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપતો હતો. જેના પછી તેણે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારે આ પછી ઈરફાન સુમરા આ હિન્દુ યુવતીને પહેલા બળજબરીથી અપહરણ કરી ઉઠાવી ગયો હતો અને પછી તેને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ તેને છરી બતાવી તેની સાથે તેને માર મારી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું. હાલ આ યુવતીને તેના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર માટે દાખલ કરવામાં આવી છે તેમજ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને અન્ય હિંદુ આગેવાનોની દરમિયાનગીર બાદ ફરિયાદ નોંધાઈ હોવાથી હાલ પોલીસે આરોપીની અટકાયત કરી તેને રાઉન્ડ અપ કર્યો છે. મહત્વનું છે કે આરોપી ઈરફાન સુમરાએ હિન્દુ પીડિત યુવતીને છરીથી ઈજા પહોંચાડી હોવાનું પણ સામે આવ્યું છે.
મહત્વનું છે કે યુવતીને પહેલાં આરોપી સુમરાએ વીડિયો કોલ રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપીને મળવા બોલાવી હતી અને યુવતી મળવા આવતા તેને બળજબરીથી ઉઠાવી જઈને આરોપીએ પોતાની મામાની વાડીએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેની સાથે મારપીટ પણ કરી હતી. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા હાલ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.
આ મામલે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, મોરબીમાં એક આશાસ્પદ યુવતીને ઈરફાન અલી સુમરા નામના શખ્સે ઉઠાવી જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજારીને મારપીટ કરી હતી. આ બનાવની જાણ થતાં તેઓએ યુવતીના પરિવારજનોને સમજાવી ફરિયાદ નોંધવાની તજવીજ કરીને ભોગ બનનારને સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે. છેલ્લા પાંચ -છ મહીનાથી આવા ગંભીર કેસને શોધી શોધીને ભોગ બનનારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરી રહ્યા છીએ, આથી કોઈપણ આ દૂષણનો શિકાર બન્યા તો એ આગળ આવે અને એમને ન્યાય અપાવવા તેમની પડખે પોલીસ અને સરકાર ઉભી છે. જે પણ કાયદાકીય પ્રોસિજર કરવાની થશે એ કરીને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તેથી કોઈએ આવા ટપોરીઓની ધાક ધમકીથી જરાય ડરવાની જરૂર નથી.
આ દરમિયાન એક નવી માહિતી એવી પણ સામે આવી છે કે આ ઘટના જાણવા મળતાં જ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ આરોપીના ઘરમાં તોડફોડ કરીને ઘરને આગ ચાંપી દીધી હતી. વિધર્મી યુવકના ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા પણ સળગાવી હતી. આ કોઇ સ્ટંટ છે કે કોઇએ સળગાવ્યું છે તે બાબતે પોલીસે તપાસ શરુ કરી હતી. ઘટના બાદ ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે હાલમાં ગામમાં શાંતિનો માહોલ છે.









