- મોલમાં બોમ્બ હોવાનો ઈમેઈલ ખોટો સાબિત થયો
- ધમકીભર્યો ઈમેઈલ આજે સવારે મોલના ID પર મળ્યો
- મોલના મેનેજમેન્ટના ધ્યાને ઈમેઈલ બપોરે આવ્યો
સુરતના ડુમસ રોડ આવેલા વીઆર મોલની અંદર બોમ્બ મુકાયાનો મેઈલ મળતાં સુરત પોલીસ દોડતી થઈ હતી. પરંતુ 3 થી 4 કલાકની તપાસ બાદ મોલમાં બોમ્બ મુકવાનો મેઈલ આફવા સાબિત થયો છે. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મોલમાં બોમ્બ હોવાનો ઈમેઈલ ખોટો સાબિત થયો છે.
આ અંગેની માહિતી આપતાં સુરત ડીસીપી વિજયસિંહે જણાવ્યું કે, મોલમાં બોમ્બ હોવાનો ઈમેઈલ ખોટો સાબિત થયો છે. ધમકીભર્યો ઈમેઈલ આજે સવારે મોલના ID પર મળ્યો હતો. મોલના મેનેજમેન્ટના ધ્યાને ઈમેઈલ બપોરે આવ્યો હતો. 55 થી વધુ સ્થળોએ ધમકીભર્યા ઈમેઈલ કરવામાં આવ્યા છે. જેના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
શું બની હતી ઘટના
સુરતમાં એક મેઈલના કારણે પોલીસ દોડતી થઈ હતી. જેમાં સુરતના જાણીતા એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. આ મેઈલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, "મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે, બચાવવા હોય તેટલા બચાવી લો." જે પછી પોલીસની ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી હતી. જ્યારે આ ધમકી ભર્યો મેઈલ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યુ છે. ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોમાં ભયનો માહોલ છવાયો અને તેમજ લોકોને પણ સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે કરી તમામ તૈયારીઓ
આ અંગે સુરત એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, બપોરે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. જેમાં એવું જણાવ્યું હતું કે, VR મોલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને એ સવારે બ્લાસ્ટ થશે. અમે બધાને મોલમાંથી બહાર કાઢી લીધા છે. જે પછી ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે. હાલ VR મોલ ખાતે ફાયર વિભાગની બે ગાડી સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.

આ અંગેની માહિતી અનુસાર, સુરતના પ્રખ્યાત એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ પોલીસ વિભાગને મળ્યો છે. જે પછી સુરત ઉમરા પોલીસનો કાફલો વીઆર મોલ પર પહોંચ્યો છે. જેના સાથે જ મોલને ખાલી કરવવામાં આવ્યો છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

તેમજ મેઈલ કુલ 52 જગ્યાઓ પર મોકલવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેના સાથએ જ મેઈલમાં એવું પણ લખવામાં આવ્યું છેકે, ‘બચાવવા હોય તેટલા બચાવી લો’. જેના પછી પોલીસની ટીમે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.









