- કુઇદા ગામથી સેલંબા સુધી આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
- બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે
- પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા
નર્મદામાં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકોએ પથ્થરમારો કર્યો છે. હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ બન્યો છે. કુઇદા ગામથી સેલંબા સુધી આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. નર્મદા જિલ્લાની ડી.વાય.એસ.પી, એલ.સી.બી અને એસ.ઓ.જીની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. તેમજ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
હવે અપીલ નહી એક્શનનો સમય
પથ્થરમારાની ઘટનાઓ મુદ્દે DGP વિકાસ સહાયએ જણાવ્યું છે કે હવે અપીલ નહી એક્શનનો સમય છે. CCTV, બોડી વોર્ન કેમેરાના ઉપયોગથી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની ત્વરીત કાર્યવાહીથી મામલો કંટ્રોલમાં છે. રાજ્યમાં હાલ શાંતિપૂર્ણ સ્થિતિ છે.
વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિની શોભા યાત્રામાં પથ્થરમારો
વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિની શોભા યાત્રા વેળાએ થયેલ જૂથ અથડામણમાં પથ્થરમારા પ્રકરણમાં પથ્થર મારતા વીડિયો વાયરલ થયા છે. જેમાં સાવલીના મંજુસરમાં પથ્થરમારો થયો હતો. ગણેશજીની યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. તેમાં પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ મંજુસર ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોની માંગણી
ગ્રામજનોએ ગ્રા.પંચાયત પાસે રામધુન બોલાવી છે. તેમજ કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોની માંગણી છે. તેમજ કાર્યવાહી ન થાય ત્યાં સુધી વિસર્જન ન કરવાની ચીમકી આપવામાં આવી છે. તેમજ ઘોઘંબામાં ગણેશ વિસર્જન યાત્રામાં બબાલ થઇ હતી. જેમાં ગઈકાલે થયેલી બબાલના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. યાત્રામાંથી પસાર થતા યુવક સાથે માથાકૂટ થઇ હતી. જેમાં ટોળાએ યુવકને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે ઘોઘંબામાં હાલ અજંપાભરી શાંતિ છે.
ઘોઘંબામાં ગણેશ વિસર્જન યાત્રામાં બબાલ
ઘોઘંબામાં ગણેશ વિસર્જન યાત્રામાં બબાલના વીડિયો સામે આવ્યા છે. ગઈકાલે નીકળેલ ગણેશ વિસર્જન યાત્રામાંથી પસાર થતા યુવક સાથે માથાકૂટ થઈ હતી. તેમાં ટોળાએ યુવકને માર માર્યો હોવા અંગેના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસ પણ યુવકને ટોળામાંથી બચાવી બહાર લઈ જતી હોય તેવા વીડિયો સામે આવ્યા છે. વિસર્જન યાત્રામાં યુવક સાથે કયા કારણોસર વિવાદ થયો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મારામારીની ઘટનામાં સ્થાનિક મોટા અગ્રણીઓના નામો સામે આવવાની શક્યતાઓ છે. હાલ ઘોઘંબામાં અજંપાભરી શાંતિ વચ્ચે વાતાવરણ તંગ છે.









