• CM ભૂપેન્દ્ર પટેલ હનુમાન ગઢીમાં દર્શન કરશે
  • CM ભૂપેન્દ્ર પટેલ રામ લલ્લાની પૂજા કરશે
  • ભૂપેન્દ્ર પટેલ રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરશે
આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ સમિટના પ્રચાર પ્રસાર માટે વિદેશ પ્રવાસ માટે જઈ રહ્યા છે. આ પહેલાં આજે CM ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસ પહેલા અયોધ્યામાં રામ લલ્લાની દર્શન અને પૂજા કરશે. જ્યાં તેઓ વિવિધ મંદિરોના દર્શન કરી ત્યાં ગુજરાત ભવનનું પણ નિરિક્ષણ કરશે.

આ અંગેની માહિતી અનુસાર, 27 નવેમ્બરનાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વાયબ્રન્ટ સમિટ અંતર્ગત જાપાન તેમજ સિંગાપોરનાં વિદેશ પ્રવાસે જવાનાં છે. વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા મુલાકાતે જઈ રહ્યા છે. અયોધ્યા ખાતે મુખ્યમંત્રી રામ લલ્લાની પૂજા કરશે.

આ સાથે જ બપોરના સમયે રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરશે. તેમજ યુપી સરકારે શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ફાળવેલી જગ્યાની સમીક્ષા કરશે. ભૂપેન્દ્ર પટેલ રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરશે. તેમજ 29 નવેમ્બરે ટોક્યોમાં સીએમનો રોડ શો યોજાશે.અને 2 ડિસેમ્બરે તેઓ ગુજરાત પરત ફરશે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં તારીખ 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપુરના પ્રવાસે જશે. તારીખ 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેનારા હાઇલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, CM ના અધિક મુખ્ય સચિવ-ACS પંકજ જોષી, ઉદ્યોગ-ખાણ વિભાગના ACS એસ.જે હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ઠ પ્રતિનિધી, દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશ્નર આરતી કંવર, ઇન્ટેક્ષ્ટ બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા અને CM ના અંગત મદદનીશ નીલ પટેલનો પણ સમાવેશ થાય છે.
  • Follow us on: