- કર્તવ્ય પથ પર કુલ 26 ટેબ્લોક્સ જોવા મળશે
- 16 રાજ્યો, 9 વિવિધ મંત્રાલયો, કેન્દ્રશાસિત પ્રદેશો હશે
- ગુજરાતની ઝાંખી "ધોરડો ગામ" પર આધારિત હશે
ગુજરાતની ઝાંખી "ધોરડો ગામ" પર આધારિત હશે. જેમાં દિલ્હીમાં 26મી જાન્યુઆરીની તૈયારીઓ શરૂ થઇ છે. તેમાં કર્તવ્ય પથ પર કુલ 26 ટેબ્લોક્સ જોવા મળશે. 16 રાજ્યો, 9 વિવિધ મંત્રાલયો, કેન્દ્રશાસિત પ્રદેશો હશે. તેમાં કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાતની ઝાંખી દર્શાવવામાં આવશે.

ધોરડો ગામ જી 20 પ્રવાસન જૂથનું આયોજન કરે છે
પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખીનીથી ધોરડો ગામની સમૃદ્ધિ અને ગરબાની ઝલક જોવા મળશે. રણોઉત્સવમાં દેશ-વિદેશના પ્રવાસીઓથી ગુંજી ઉઠે છે. ધોરડો ગામ પ્રવાસન માટે “ગુજરાતના સફેદ રણ” ના નામથી પ્રખ્યાત છે. આ ટેબ્લોમાં ગામના પ્રવાસન, રણોત્સવ, આ ગામની સમૃદ્ધિ અને ગરબાની ઝલક જોવા મળશે. આ ગામની વસ્તી માત્ર 1000 છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પ્રવાસન સંગઠને આ ગામને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસી ગામોમાં સામેલ કર્યું છે. ધોરડો ગામ જી 20 પ્રવાસન જૂથનું આયોજન કરે છે. ધોરડો ગામ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભુજથી લગભગ 86 કિલોમીટર દૂર આવેલું છે.
કર્તવ્યપથ પર આયોજિત રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શિત થશે
'વ્હાઈટ ડેઝર્ટ' તરીકે પ્રખ્યાત આ ગામ રણ ઉત્સવ દરમિયાન દેશ-વિદેશના પ્રવાસીઓથી ગુંજી ઉઠે છે. ગુજરાતના સરહદી પ્રવાસને ઉત્તેજન આપતા અને વૈશ્વિક ઓળખ સમાન ધોરડોની ઝાંખી દિલ્હીમાં રજૂ થવાની છે. આ સ્થાનના ભૂંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા ઉપરાંત રણોત્સવ અને ટેન્ટ સિટીનો ટેબ્લો પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીએ મોકલવામાં આવશે, જે કર્તવ્યપથ પર આયોજિત રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શિત થશે.









