- ભેમાભાઈ 2012થી આપ સાથે સંકળાયેલા હતા
- ભેમાભાઈના રાજીનામાંથી જિલ્લામાં રાજકીય હડકંપ મચ્યો
- આપમાંથી 2022માં દિયોદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા
બનાસકાંઠામાં આપના પ્રદેશ ઉપાધ્યક્ષે રાજીનામુ આપ્યું છે. જેમાં ભેમાભાઈ ચૌધરીએ આપમાંથી રાજીનામુ આપ્યું છે. ભેમાભાઈ 2012થી આપ સાથે સંકળાયેલા હતા. તેમજ બનાસકાંઠાના રાજકારણમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઇ છે. પાર્ટી પ્રમુખ અને પાર્ટીના પ્રભારીને રાજીનામુ ધરી આપને બાય બાય કર્યું છે.
ભેમાભાઈના રાજીનામાંથી જિલ્લામાં રાજકીય હડકંપ મચ્યો
આપ ના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપમાંથી રાજીનામુ આપતા સ્થાનિકોમાં વિવિઘ ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી આપનો સાથ છોડ્યો છે. ભેમાભાઈ 2012થી આપ સાથે સંકળાઈ વિધાનસભા સહીત અનેક ચૂંટણીઓમાં ઉમેદવાર રહી ચુક્યા છે. લોકસભાની ચૂંટણીઓના ભણકારા વચ્ચે બનાસકાંઠા આપનો મોટો ચહેરો ગણાતા ભેમાભાઈના રાજીનામાંથી જિલ્લામાં રાજકીય હડકંપ મચ્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો
લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભેમાભાઈ આપમાંથી 2022માં દિયોદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. તેમણે પાર્ટી પ્રમુખ અને પાર્ટીના પ્રભારીને રાજીનામું મોકલી આપ્યું છે.









