- મનપા-નગરપાલિકાની ખાલી બેઠકો માટે યોજાઇ હતી ચૂંટણી
- ડીસા નપાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો
- મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષ પદ મળ્યું
ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં સવારે 9.00 વાગ્યાથી મતગણતરી હાથ ધરાઇ હતી. મનપા-નગરપાલિકાની ખાલી બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. તેમાં મનપાની 3 અને નગરપાલિકાની 29 બેઠકોનું પરિણામ આવ્યું છે. જેમાં 6 ઓગસ્ટે મતદાન યોજાયું હતું.
નપાની પેટા ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર
નપાની પેટા ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી છે. જેમાં 5 - 5 નપાની પેટા ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસની જીત છે. તેમાં પોરબંદર નપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, ઊંઝા નપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, ગોધરા નપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, સિદ્ધપુર નપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, ધ્રાંગધ્રા નપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, આણંદ નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય સાથે મોડાસા નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત તેમજ જંબુસર, ડીસા નપાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય તથા પાલનપુર નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. સિદ્ધપુર નપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, ધ્રાંગધ્રા નપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, આણંદ નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય સાથે મોડાસા નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત તથા જંબુસર, ડીસા નપાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય સાથે પાલનપુર નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે.
ડીસા નપાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો
મનપાની 3 અને નગરપાલિકાની 29 બેઠકોનું પરિણામ સામે આવતા પોરબંદર નપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત સાથે આણંદ નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. મોડાસા નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત સામે જંબુસર, ડીસા નપાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. ઊંઝા નપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત તથા ગોધરા નપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે.
મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષ પદ મળ્યું
મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષ પદ મળ્યું છે. AIMIM સાથે ટક્કર બાદ કોંગ્રેસે વિપક્ષ પદ છીનવ્યું છે. મોડાસા સરકારી ઈજનેર કોલેજ ખાતે મતગણતરી કરાઇ હતી. ભાજપના ઉમેદવારને 67 મત મળતા હાર થઇ છે. કુલ સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. તથા ગોધરા નપાના વોર્ડ નં 3માં ભાજપના નીલિમા શાહની જીત થઇ છે. ભાજપના નીલિમા શાહને 2905 મત મળ્યા છે. કોંગ્રેસના ધ્વનિ શાહને 355, AAPના ઉમેદવારને 207 મત મળ્યા છે.
જંબુસર નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય
ઊંઝા નપાની વોર્ડ 2માં પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સંદીપ પટેલ વિજેતા બન્યા છે. જેમાં અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલની હાર થઇ છે. તેમાં ભાજપના સંદીપ પટેલની 279 લીડથી જીત થઇ છે. જંબુસર નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર કાદર બેગ મિર્ઝાનો ભવ્ય વિજય થતા ખુશીનો માહોલ છવાયો છે.









